જૂનાગઢ તાલુકાનાં ડુંગરપુર ગામે છરી વડે હુમલો

0

જૂનાગઢ તાલુકાનાં ડુંગરપુર ગામના અલારખા ગુલમહમદ બ્લોચ (ઉ.વ.૬પ) એ હરમડીયા ગામનાં ઈકબાલ દાદમહમદ મકરાણી વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, ફરીયાદી પોતાના ઘરે હાજર હતા તે વખતે આ કામના આરોપી ફરીયાદીના ઘરે આવી પોતાની મમ્મી બાબતે પુછતા ફરીયાદીએ તે અહીં નહીં આવેલાનું જણાવતા આ કામના આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢ માર મારી તેમજ તેની પાસે રહેલ છરી વડે ફરીયાદીને થાપાના ભાગે મારી ચરકો કરી ઈજા પહોંચાડીયાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!