જૂનાગઢ એલસીબીએ શહેરની જલારામ સોસાયટીમાંથી ક્રિકેટનો સટ્ટો ચલાવતા શખ્સને ઝડપી લીધો છે. પોલીસે સ્થળ ઉપરથી મોબાઈલ, ટીવી, સેટઅપ બોક્ષ મળી કુલ ૧૦,રપ૦નો મુદામાલ કબ્જે કરીસ આરોપીને બી-ડીવીઝન પોલીસ સ્ટેશનને હવાલે કર્યો છે. આ અંગે મળતી વિગત મુજબ શહેરમાં ક્રિકેટના સટ્ટા ચલાવતા તેમજ ગેરકાનુની પ્રવૃત્તિ કરતા શખ્સોને ઝડપી પાડવા રેન્જ ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ સૂચના આપી હતી. બાદમાં એલસીબી ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમ્યાન શહેરની જલારામ સોસાયટીમાં ક્રિકેટનો સટ્ટો ચાલતો હોવાની બાતમી મળતા એલસીબી ઈન્ચાર્જ પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા અને સ્ટાફે દરોડ પાડયો હતો.દરોડા દરમ્યાન જલારામ સોસાયટીના આસ્થા એપાર્ટમેન્ટમાં રહેતા દિલીપ પ્રભુદાસ અઢીયાને ક્રિકેટ ઉપર સટ્ટો રમાડતો ઝડપી લીધો હતો. એલસીબીએ ૪ મોબાઈલ, ટીવી, સેટઅપ બોક્ષ મળી કુલ ૧૦રપ૦નો મુદામાલ કબ્જે કર્યો છે. દરમ્યાન સટ્ટો રમવામાં જૂનાગઢનાં મુન્નો ચોલેરા અને લાલભાઈ, બિલખાના કમલેશ મોદી અને વાપીના ગુરૂજીની સંડોવણી ખુલવા પામી છે. પોલીસે આરોપી દિલીપ પ્રભુદાસ અઢીયાને ઝડપી લઈ બી-ડીવીઝન પોલીસને હવાલે કર્યો છે. બી-ડીવીઝન પોલીસે બાકીના આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews