માંગરોળ તાલુકાનાં આજક ગામે રહેતા હબીબખાન ઈબ્રાહીમખાન બેલીમ (ઉ.વ.૪ર) એ બાપુશા બફાતીશા રફાઈ, અલ્તાફ બાપુશા રફાઈ અને રઝાક બાપુશા રફાઈ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવેલ કે આ કામના ફરીયાદીના ધર્મગુરૂ ગુલાબશા બાપુશા બાનવા આજક ગામે આવતા તેઓને ફરીયાદીએ સલા માલેકુમ કરેલ જે આરોપી નંબર ૧ જાેઈ જતા તેને ગમેલ નહી અને ફરીયાદીને ફોન ઉપર તેના ધર્મગુરૂ ગુલાબશાને શું કામે બોલાવે છે તેમ કહી ગાળો કાઢી બાદ ઉપરોકત સમય સ્થળ ખાતે ત્રણેય આરોપીઓએ બાઈકો ઉપર સવાર થઈ ફરીયાદીની પાસે જઈ તેણે પોતાના ધર્મગુરૂને સલા માલેકુમ કહેવા તેમજ વાતચીત બાબતેનું મનદુઃખ રાખી જાહેરમાં ભુંડી ગાળો કાઢી શરીરે તથા માથાના ભાગે ઢીકાપાટુનો મુંઢમાર મારી આરોપી નંબર ૩ એ ફરીયાદીને લાકડીના બટકાથી માર મારવા ગયેલ જે ઘા છટકી ગયેલ તેમજ આરોપી નંબર-૧ એ પથ્થરનો એક ઘા ફરીયાદીને જમણા પગમાં ગોઠણની નીચેના ભાગે મારી મુંઢ ઈજા કરી ફરીયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા શીલ પોલીેસે વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews