Sunday, February 28

જૂનાગઢ : વૃધ્ધાશ્રમના વડીલોને રોપવેમાં લઈ જઈ અંબાજી માતાના દર્શન કરાવાયા

જૂનાગઢનાં ગિરનાર પર્વત ઉપર બિરાજમાન જગત જનની માં અંબાજી મંદિરમાં જૂનાગઢ શહેરના વૃધ્ધાશ્રમના ત્રીસ જેટલા વૃધ્ધ વડીલોને રોપવેમાં લઈ જઈ ગિરનારની યાત્રા કરાવાઈ હતી. જૂનાગઢ ખાતે મેડીકલની ઈન્ટર્નશિપ પૂર્ણ કરેલ તબીબોએ વડીલોના આશિર્વાદ પ્રાપ્ત કરવા ડો. સલોની બેન અને તેમના પરિવારે વડિલોને માં ના દર્શન કરાવવા અને વડીલોના આશીર્વાદ લેવા માટેની યાત્રા કરાવવામાં આવી હતી. આ યાત્રામાં વિજયભાઈ કીકાણી અને મનસુખભાઈ વાજા સહભાગી થયા હતા. દરમ્યાન અંબાજી માતાજી મંદિર દ્વારા દર્શને પધારેલા વડીલોને મંદિર તરફથી આઈસ્ક્રીમ અને ચા પાણીનો પ્રસાદ અપાયો હતો આ યાત્રાથી ગદગદિત થયેલા વૃધ્ધોના આંખમાં આંસુ આવી ગયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!