ગુરૂવારે ગુરૂપુષ્યાગમૃત યોગ અને પોષી પૂનમનાં સંગમ સાથે ‘ભાઈની બહેન રમે કે જમે’

0

પોષ સુદ પૂનમને ગુરૂવાર તા. ર૮-૧-ર૦ર૧ના દિવસે ગુરૂપુષ્યાગમૃત યોગ છે અને સાથે પોષી પૂનમ છે. સોનું, ચાંદી, જમીન, મકાન, વાહન, ગૃહ ઉપયોગી ચીજવસ્તુ કપડા ખરીદવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે કુળદેવીની પૂજા, શ્રીયંત્રની પૂજા તથા શ્રી સુકતના પાઠ કરવા. શ્રીયંત્રની સ્થાપના કરવી પણ ઉત્તમ રહેશે. પોષી પૂનમ ગુરૂવાર અને ગુરૂષુષ્યાગમૃત યોગના ત્રિવેણી સંગમથી આ બધા કાર્યો ઉત્તમ ફળ આપનારા રહેશે. આ દિવસે અંબાજી માતાનો પ્રાગટ્ય દિવસ છે. આ દિવસથી માધ સ્નાનનો પ્રારંભ થાય છે. આ દિવસે ચંદ્રમા ૧૬ કળાએ ખીલી ઉઠશે અને પોતાનું સંપૂર્ણ તેજ અને અમૃત તત્વ પૃથ્વી ઉપર ફેલાવશે. આ દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન કરવું. નાહવાના જળમાં ગંગાજળ ખાસ પધરાવવું. સૂર્ય નારાયણને યાદ કરવા સાથે વિષણુભગવાન અને પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરવું, તિર્થોનું સ્મરણ કરવું. પોષી પૂનમના દિવસે માતાજી શાકંભરીદેવીનો પ્રાગટ્ય દિવસ છે તેથી માતાજીને લીલા શાકભાજી ધરાવવામાં આવે છે. આ દિવસે નાની બાળાઓ વ્રત રાખી અને સાંજના સમયે ચંદ્ર ઉગે ત્યારે ચંદ્રના દર્શન કરી બાજરાના રોટલાની ચાનકી બનાવી તેનાથી ચંદ્રના દર્શન કરી બહેન ભાઈને કહે છે, ‘પોષી પૂનમડી અગાસીએ રાંધ્યા અન્ન ભાઈની બેન રમે કે જમે’ ત્યારબાદ ભાઈ બોલે જમે, આમ ઘરના સૌ સભ્યો ભેગા મળી અને અગાસીએ ભોજન કરવું.
ગૃરૂપુષ્યાગમૃત યોગના શુભ મુહૂર્તોની યાદી, દિવસના ચોઘડીયા : શુભ – ૭.ર૮ થી ૮.પ૧, ચલ – ૧૧.૩૭ થી ૧ર.પ૯, લાભ ૧ર.પ૯ થી ર.ર૩, અમૃત – ર.ર૩ થી ૩.૪૬, શુભ – પ.૦૯ થી ૬.૩ર. રાત્રીના શુભ ચોઘડીયા ઃ અમૃત – ૬.૩ર થી ૮.૦૯, ચલ ૮.૩ર થી ૯.૪૬. અભિજીત મુહૂર્ત બપોરે ૧ર.ર૮ થી ૧.રર

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!