ચોરવાડનાં ગડુ નજીક ઝુંપડપટ્ટીમાં દારૂ પીવા ગયેલા યુવાનનું તાપણામાં નાંખી મોત નિપજાવવા અંગે ચાર સામે ગુનો દાખલ

0

ચોરવાડ નજીકના ગડુ ગામમાં રહેતો યુવાન ગત તા.૧૯નાં સવારે ઝુંપડપટ્ટી વિસ્તારમાં દારૂ પીવા ગયો ત્યારે ઝઘડો થતા મહિલા સહિત ચાર શખ્સોએ તેને માર માર્યો હતો. બાદમાં ડોકી પકડી તાપણામાં પછાડી દેતા યુવાન ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને પ્રાથમિક સારવર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડયો હતો જયાં તેનું મોત થયું હતું. આ મામલે ફરીયાદ થતા ચોરવાડ પોલીસે મહિલા સહિત ચાર સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ ચોરવાડ નજીકના વિસણવેલના અને હાલ ગડુમાં ૬૬ કેવી સામે રહેતા અતુલ ડાયાભાઈ ચૌહાણ નામના યુવાનને દારૂ પીવાની આદત હોવાથી તા.૧૯ના વહેલી સવારે તે ગડુ ગામમાં ઝુંપડપટ્ટીમાં આવેલા રાજેશ લવજી દેવીપુજકના ઘરે દારૂ પીવા ગયો હતો. ત્યાં તેને રાજેશ લવજી દેવીપુજક તથા તેના પરિવાર સાથે ઝઘડો થયો હતો. આથી રાજેશ લવજી દેવીપુજક તથા તેના પરિવારે અતુલ ચૌહાણને માર માર્યો હતો. બાદમાં રાજેશના પુત્ર અમીત અને જમીરે ઉશ્કેરાઈ જઈ અતુલની ડોક પકડી તાપણામાં પછાડી દીધો હતો. જેમાં અતુલ ચૌહાણ મોં તથા શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો. આ સમયે રવજી ચુડાસમા પણ અતુલની સાથે હતો. આથી તેણે ચારેયના મારથી અતુલને છોડાવ્યો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા અતુલ ચૌહાણને પ્રાથમિક સારવાર બાદ જૂનાગઢ ખસેડાયો હતો. જયાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. જયાં ગત સાંજે પોણા આઠેક વાગ્યે અતુલ ડાયાભાઈ ચૌહાણનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ અંગે મૃતકના ભાઈ નરેશ ડાયાભાઈ ચૌહાણે ગડુ ગામના રાજેશ લવજી દેવીપુજક, રંજન રાજેશ દેવીપુજક, અમીત રાજેશ દેવીપુજક તથા જમીર રાજેશ દેવીપુજક સામે ફરીયાદ કરતા ચોરવાડ પીએસઆઈ કે.બી. લાલકા દ્વારા ચારેય સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!