જૂનાગઢનાં વધુ એક શખ્સને પાસાનાં કાયદા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો

0

જૂનાગઢ જીલ્લાના ગાંધીગ્રામ વિસ્તારના પ્રોહીબીશન ગુનાનાં બુટલેગર કરણ ઉર્ફે કાલીયો સામતભાઈ ભારાઈ રબારી જૂનાગઢવાળા વિરૂધ્ધ
તા.રપ-૧-ર૧ના રોજ પાસા વોરન્ટ ઈસ્યું કરવામાં આવેલ. જે પાસા વોરન્ટ ઈસ્યુ થયા બાદ ત્વરીત પકડી પાડવા ક્રાઈમ બ્રાંચના ઈન્ચાર્જ પોલીસ પો.ઈન્સ. એચ.આઈ.ભાટીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી.જી.બડવા તથા પોલીસ સ્ટાફ વોચ તપાસમાં હતા દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ દેવશીભાઈ રાણાભાઈ નંદાણીયાને ખાનગી રાહે ચોકકસ બાતમી હકિકતે રાહે મળેલો કે, સદર પાસા વોરન્ટનો આરોપી કરણ ઉર્ફે કાલીયો સામતભાઈ ભારાઈ રબારી જૂનાગઢવાળો મહમદ મકબરા પાસે ઉભો હોય જે હકિકત આધારે સદર જગ્યાએ તપાસ કરતા હાજર મળી આવતા તેનો કોવીડ-૧૯ ટેસ્ટ કરાવતા જે નેગેટીવ આવતા તા.રપ-૦૧-ર૦ર૧ના ક.ર૦/૧પ વાગ્યે અટક કરી સેન્ટ્રલ જેલ, વડોદરા ખાતે મોકલી આપવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!