ગિરનાર પર્વતના પાંચ હજાર પગથિયે બિરાજમાન અંબાજી માતાજીના મંદિરે તા. ૨૮ને ગુરૂવારે પ્રાગટ્ય મહોત્સવ સાદાઈથી ઉજવાશે બાવન (૫૨) શક્તિપિઠો પૈકીની માતાજીની ઉદ્યનપીઠ તરીકે ઓળખાતી અંબાજી માતાના મંદિરે શ્રી સૂક્તના પાઠ, હોમહવન, અભિષેક, ધ્વજારોહણ, મહાપ્રસાદનું આયોજન કરાયુ છે. જૂનાગઢ સોરઠના પ્રભાષ ક્ષેત્રે ગરવા ગિરનારની ટોચ ઉપર બિરાજમાન માતા અંબાનો પોષી પૂનમ એટલે જગતજનની માં અંબાજી માતાનો પ્રાગટ્ય દિવસ યાને માતાજીનો જન્મ દિવસ તા.૨૮ જાન્યુઆરી ને ગુરૂવારે ઉજવવા પર્વતોના પ્રપીતામહ એવા ગરવા ગઢ ગિરનારના પાંચ હજાર પગથિયા ઉપર નિજ મંદિરમાં બિરાજમાન માં અંબાજીનો પ્રાગટ્ય મહોત્સવે મંદિરના મહંત મોટાપીર બાવા તનસુખગિરિ બાપુ અને પીરજી મહંત ગણપતગિરિ બાપુની નિશ્રામાં માઈ ભક્તોની હાજરી મા માતાજીને શૃંગાર સાથે શ્રી સુક્તના પાઠ, હોમ હવન, ગંગા જલ દૂધથી માતાજીને અભિષેક સાથે નિજ મંદિરના શિખર ઉપર ધજા ચડાવાશે. બપોરે મહા આરતી સાથે માતાજીને થાળ-પ્રસાદ ધરીને ભાવિકોને પ્રસાદ પીરસાશે. સવારના ૯-૦૦ વાગ્યાથી બપોરના ૨-૦૦ વાગ્યા સુધી માતાજીનો પ્રાગટ્યોત્સવ ઉજવવામાં આવશે, આ મહોત્સવ અંગેની વિસ્તૃત ચર્ચા કરતા મંદિરના મહંત તનસુખગિરિ બાપુ એ જણાવેલ હતુ કે માતાજીની કુલ (૫૨) શક્તિપિઠો પૈકીની ગિરનાર પર્વત ઉપરની આ શક્તિ પીઠ ઉદ્યનપીઠ તરીકે ઓલખાય છે, અહી માતાજીના ઉદર (પેટ )નો ભાગ પડેલો હોય જેથી ઉડ્ડયન પીઠ તરીકે ઓળખાય છે. અત્યારે કોરોના મહામારીના કારણે મહોત્સવ સરકારની ગાઈડલાઇન મુજબ સાદાઈથી ઉજવવાનો ર્નિણય કરાયો છે. પૂરાણ કથામાં ઉલ્લેખ છે તે મુજબ પ્રજાપતિ દક્ષે બ્રહસ્પતી નામનો એક મહયજ્ઞનું આયોજન કરેલ હતું. જેમાં પ્રજાપતિ દક્ષ રાજાએ બધા દેવોને નિમંત્રીત કરેલ હતા , એક માત્ર પોતાના જમાઈ શિવજીને આમંત્રણ ન આપતા સતી પાર્વતીજીએ પિતાને ત્યાં આવડો મોટો યજ્ઞ થઈ રહ્યો હોય તેમાં મારા પતિ શંકરને આમંત્રણ નથી. તેમ છતા માતા પાર્વતીજીએ યજ્ઞમાં જવા ભગવાન શિવજીની મનાઈ હોવા છતાં માતાજી પહોંચી ગયા અને પિતા દ્વારા પોતાના પતિની નિંદા સહન ન થતા અત્યંત દુઃખી થયેલા માતા પાર્વતીજીએ યજ્ઞકુંડમાં પડી જઈને પોતાનો દેહ ત્યજી દીધો, જે વાતની ભગવાન શિવને જાણ થતા શિવજીએ સતી પાર્વતીના નિશ્ચેતન દેહને ખંભે ઊંચકી તાંડવ કરવાનું શરૂ કરી દેતા સહુ કોઈ દેવો ડરી ગયા અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે હે ભગવાન , તમે જ કંઈ કરો, નહિ તો સમગ્ર સૃષ્ટીનો સર્વ નાશ થઈ જશે, ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્ર દ્વારા દેવીના શરીરના બાવન (૫૨) ટુકડા કરી, ટુકડા જયાં પડ્યા તે સ્થળે માતાજી ની શક્તિપીઠો નિર્માણ પામી હતી. જેમાની એક શક્તિપીઠ ગિરનાર પર્વત ઉપર માતા અંબાજીની ઉદ્યનપીઠ તરીકે ઓળખાય છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews