શ્રેષ્ઠ કામગીરી માટે નાયબ મામલતદાર પ્રશાંત જાેષીનું સન્માન કરાયું

0

જૂનાગઢ જિલ્લામાં ૨૦૨૦ ના વર્ષમાં મતદાર યાદી સુધારણામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર નાયબ મામલતદાર પ્રશાંત મુકુન્દરાય જાેશીનું જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારઘીએ સન્માન કર્યું હતું. રાષ્ટ્રીય મતદાતા દિવસ ૨૫ જાન્યુઆરી નિમિત્તે કલેકટર કચેરી ખાતે મતદાર યાદી સુધારણામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર બીએલઓ, નાયબ મામલતદાર સહિતનું સન્માન કરાયું હતું. જેમાં વર્ષ ૨૦૨૦ માં વસ્તીના પ્રમાણમાં મતદારોની સંખ્યા, જેન્ડર રેશીયો, ડેમોગ્રાફીક સમાનતા રીપીટ ચૂંટણી ઓળખકાર્ડ સહિતના માપદંડોમાં જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી બદલ નાયબ મામલતદાર પ્રશાંત મુકુન્દરાય જાેશીનું પ્રમાણપત્ર આપી બહુમાન કરાયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!