જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં રવિવારનાં સાંજથી કાતિલ ઠંડીનો દોર ફરી શરૂ થયો છે. ગઈકાલે ટાઢુબોળ વાતાવરણ રહયા બાદ આજે પણ બેઠો ઠાર હોય જનજીવન પ્રભાવિત થયું છે. જૂનાગઢ શહેરમાં ફરી આકરી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનનો પારો પ ડિગ્રી ગગડીને ૭.૮ ડિગ્રીએ આવી જતા સર્વત્ર ઠંડા – ઠંડા કુલ કુલ જેવો માહોલ બની ગયો છે. જૂનાગઢ શહેરમાં ૭.૮ ડિગ્રી અને ગિરનાર પર્વત ઉપર ર.૮ ડિગ્રી હાડ થિજાવતી ઠંડી પડતા સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. આ અંગે સોમવારે એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનનો પારો પ ડિગ્રી ગગડીને ૭.૮ ડિગ્રીએ સ્થિર થઈ ગયો હતો. આમ, એક જ દિવસમાં ઠંડીમાં પ ડિગ્રીનો વધારો થતા લોકો કાતીલ ઠંડીથી રીતસરના ધ્રુજી ઉઠયા હતાં. ખાસ કરીને ઉત્તરીય મેદાની પવનો ફુંકાતા વાતાવરણ ટાઢુંબોળ થઈ ગયું હતું. પરિણામે મોડી સાંજથી લઈને છેક બપોર સુધી લોકોને હાડ થિજાવતી ઠંડીનો સામનો કરવો પડયો હતો.
જૂનાગઢ શહેરમાં ૭.૮ ડિગ્રી ઠંડી રહી હતી. જયારે ગિરનારના પર્વતિય વિસ્તારોમાં ર.૮ ડિગ્રી ઠંડી પડી હતી. પરિણામે ગિરનારની મુલાકાતે આવતા પ્રવાસીઓ થરથરી ગયા હતા. સાથે કાતીલ ઠંડીથી બચવા પક્ષીઓ માળામાં જ પુરાઈ રહયા હતા. જયારે જંગલી પ્રાણીઓએ પણ ઢુવામાં છુપાઈ આકરી ઠંડીથી બચવા શકય એટલો પ્રયાસ કર્યો હતો. દરમ્યાન સોમવારે લઘુત્તમ ૭.૮, મહત્તમ ર૭.૪ ડિગ્રી તાપમાન રહયું હતું. જયારે ભેજનુ પ્રમાણ સવારે ૭૩ ટકા અને બપોર બાદ ર૧ ટકા રહયું હતું. તેમજ પવનની ઝડપ પ કિલો મીટર પ્રતિ કલાકની રહેવા પામી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews