ગીરનાં વનરાજાે ઉપર ખતરો ઃ ફાંસલો ગોઠવી શિકાર કરતી શિકારી ગેંગ ખુદ ‘શિકાર’ બની ગઈ !

0

ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના ખાંભા વિસ્તારમાંથી સિંહ બાળના શિકાર કરવાના નિષ્ફળ પ્રયાસની ઘટના બહાર આવતા વન વિભાગ દોડતુ થયુ છે. જાે કે પરપ્રાંતીય શિકારી ટોળકીને જૂનાગઢ નજીકના વડાલ ગામનાં સીમ વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહેલ છે. ગીર જંગલ સહિત આસપાસના વિસ્તારોમાં વન્ય પ્રાણીઓનો શિકાર કરવા પરપ્રાંતીય શિકારી ટોળકી સક્રીય થઈ હોવાની પૃષ્ટી આપતી ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. તો બહાર આવેલી ઘટના બાદ સિંહપ્રેમીઓમાં પણ રોષ પ્રર્વતેલ છે.
ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામના રેવન્યુ વિસ્તારમાં શિકારી ટોળકીએ ગોઠવેલા ફાસલામાં એક સિંહ બાળ ફસાય ગયું હતું. આ સમયે સિંહણ દ્વારા તેના બચ્ચાને બચાવવા શિકારીઓ ઉપર હુમલો કર્યો હોવાની ઘટના બની હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જેની જાણ જૂનાગઢ વન વિભાગને થતા ડીસીએફ સહિતના ઉચ્ચ અધિકારીઓની ટીમ વનકર્મીઓ સાથે ઘટના સ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જયારે ફાસલામાં ફસાયેલ સિંહબાળને વનકર્મીઓએ રેસ્કયુ કરી બચાવી લીધું હતું. ત્યારબાદ સિંહબાળને સારવાર અર્થે સાસણ એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલ હતું જયાં હજુ તેની સારવાર ચાલી રહી છે. જે પુર્ણ થયા બાદ સંભવતઃ સિંહબાળનું તેની માતા સિંહણ સાથે વનકર્મીઓ મિલન કરાવશે.
ઘટના સ્થોળે પહોંચેલા વન વિભાગના અધિકારીઓની પ્રાથમીક તપાસમાં સિંહ બાળનો શિકાર કરવા શિકારી ગેંગે ફાસલા ગોઠવ્યા હોવાનું જણાયેલ હતુ. જેથી અન્ય શિકારી ગેંગને ઝડપી લેવા વન વિભાગની પાંચ ટીમોએ ગીર જંગલ સહિત આસપાસના રેવન્યુ વિસ્તારોમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેને સફળતા મળી હોય તેમ જૂનાગઢ નજીકના વડાલ ગામની સીમમાં શિકારી ટોળકીના એક ઇજાગ્રસ્ત સહિત ચાર સભ્યોને ઝડપી લેવામાં આવ્યા છે. જે પૈકીનો શિકારી હબીબ શમશેર પરમાર (ઉ.વ.૪૦, રહે. મધ્યપ્રદેશવાળો) ઇજાગ્રસ્ત હોવાથી હાલ જૂનાગઢ સીવીલ હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ હોવાનું જાણવા મળેલ છે. પકડાયેલ શિકારી ટોળકીએ છ સ્થળોએ વન્ય પ્રાણીઓનો શિકાર કરવા જુદા-જુદા છ સ્થળોએ ફાસલા ગોઠવ્યા હોવાનું પ્રાથમીક પુછપરછમાં જણાવેલ હતુ. જે પૈકીના ચાર ફાસલા વન વિભગની ટીમોએ શોધી કાઢેલ જયારે બે ફાસલાની હજુ શોધખોળ કરી રહયા છે.
અત્રે નોંધનીય છે કે, ખાંભાના રેવન્યુ વિસ્તારમાં ફાસલામાં ફસાયેલ સિંહ બાળને બચાવવા અર્થે તેની માતા સિંહણએ હુમલો કરેલ હતો. જેમાં શિકારી ગેંગના એક સભ્યને પેટના ભાગે ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તએ ૧૦૮ સેવા થકી તાલાલાની ખાનગી હોસ્પીટલે પહોંચી પ્રાથમીક સારવાર લીધેલ હતી. જયાં તબીબે સિંહના હુમલાથી ઇજા થઇ હોવાથી ઇજાગ્રસ્તને જૂનાગઢ સરકારી હોસ્પીટલે રીફર કરેલ હતા. તેમ છતાં ઇજાગ્રસ્ત યુવાન સહિતના શિકારી ગેંગના સભ્યો સરકારી હોસ્પીટલમાં જવાના બદલે નાસી જવા ભાગી ગયેલ હતા. તેઓને વન વિભાગના સ્ટાફે જૂનાગઢના વડાલ ગામની સીમમાંથી ઝડપી લીધા હતા. તો બીજી તરફ ઇજાગ્રસ્ત શિકારી ગેંગના સભ્યે પ્રથમ તાલાલાની હોસ્પીટલમાં લીધેલ સારવારના સીસીટીવી ફુટેજાે સોશ્યલ મિડીયામાં વાયરલ થયા છે.
ગીરના રાજા એવા સિંહોના અસ્તિત્વ સામે જાેખમ
મંડરાતી ઘટનાથી સિંહપ્રેમીઓમાં રોષ છવાયો
અત્રે નોંધનીય છે કે, ગીરના હિર એવા એશિયાટિક સિંહોના અસ્તિત્વ સામે જાેખમ મંડરાતી ઘટના સામે આવતા જૂનાગઢ વન વિભાગમાં ઉચ્ચ અધિકારીઓમાં હંડકપ મચી જવા પામ્યો છે. તો બીજી તરફ ગીર જંગલ સહિત આસપાસના રેવન્યુ વિસ્તારમાં પરપ્રાંતીય શિકારી ગેંગ કેટલા સમયથી સક્રીય હતી ? અત્યાર સુધીમાં કેટલા સિંહ સહિતના વન્યપ્રાણીઓનો શિકારી કરી ચુકી છે કેમ ? આવા અનેક સવાલો ઉભા થયા છે. આ ઘટનાના પગલે સિંહપ્રેમીમાં પણ રોષ પ્રર્વતેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!