આજે ભકતકવિ શ્રી દયારામનો નિર્વાણ દિવસ

0

ગુજરાતના પ્રાચીન ભકતકવિ દયારામનો જન્મ નર્મદા તટે ચણોદ ગામે થયો હતો. યુવાન દયારામને કેશવદાસનો અને પછી ઇચ્છારામ ભટ્ટજીનો સમાગમ થાય છે અને જુવાનીના તોફાનોમાં ફંગોળાતી તેમની જીવનનોૈકા નર્મદાના વહેણમાં ભક્તિભરી વહેવા માંડે છે. એ જમાનામાંય દયારામે ભારતના તીર્થોની ત્રણ ત્રણ વખત યાત્રાઓ કરી. એ અપરિણીત રહ્યાને પછી રતનબાઇ નામની વિધવા સ્ત્રીનો પરિચય થતાં જીવનપર્યંત તેની ભક્તિભરી સેવા છોછ વિના લીધી. દરમ્યાન તેમની કાવ્યસરિતા સતત વહેતી જ રહી. ડાકોરથી દ્વારિકા સુધીના મંદિરોમાં પોતના સુરીલા કંઠે ગાઇને કંઇ કેટલા ભકતહૃદયોને ભીંજવ્યા હશે. તે રામસાગર સાથે ગાતા. તેના કૃષ્ણ લીલાના પદો અતિ લોકપ્રિય છે. જેમાં ગોપી હૃદયના સુંદરભાવો તેમણે અભિવ્યકત કર્યા છે. જીવનનો અખૂટ આનંદરસ યુગે યુગે તેમાંથી ગુજરાતી પ્રજાને મળી રહે છે. દયારામની શ્રૃંગારની ભાવના વિશેષ પ્રબળ છે. તેમણે ૧૩૫ જેટલા ગ્રંથો લખ્યા છે. મીરા અને નરસિંહની અધૂરી રહેલી કૃષ્ણભક્તિ એમની ગરબીઓથી વધુ ખીલી નીકળી. પોણી સદીનું આયખું ભોગવીને દયારામે તા. ૯-૨-૧૮૫રના રોજ પોતાનો નશ્વર દેહ છોડ્યો. ગોર્વધનરામે મને અંજલિ આપતા લખ્યું : “આપણા આદિ કવિ (નરસિંહ) અને અંતિમ કવિ (દયારામ) એ પોતાના યુગોમાં ભક્તિમાર્ગના જે શિખરો રચી તેમની ઉપર પોતાના સ્થાનકો રચ્યાં છે તેનાથી અડધી ઊંચાઇનું શિખર વચ્ચે કોઇ કવિએ દેખાડયું નથી.”

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!