ઉનામાં પશુઓની હેરાફેરી કરતા ત્રણ શખ્સો ઝડપાયા

0

ઉનામાં મુંગા પશુને કતલખાને લઇ જવાતા હોવાની બાતમી આધારે ગૌપ્રેમી યુવાનોએ ઉના પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલીક સ્થળ ઉપર ગયેલ હતી અને તપાસ હાથ ધરતા પાસ પરમીટ વગર પશુઓને હેરાફેરી કરતા ત્રણ શખ્સોને મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ખોડા ભીમા જાેગદીયા (રહે.ફાટસર), અસ્લમ ઉર્ફ સીરાજ કાસમ ચોરવાડા(રહે. ઉના), રમજાન ઉર્ફે કાલો ભીખા સરતાન (રહે. ફાટસર તા.ગીરગઢડા) આ તમામ શખ્સો મુંગા પશુઓ દોઢથી બે વર્ષની ઉંમરના ૬ વાછરડાઓને કતલ કરવાના ઇરાદે હેરાફેરી કરતા હોવાની બાતમી આધારે પોલીસે ઊના-ભાવનગર રોડ ઉપર રોકડીયા હનુમાન મંદિર પાસે મોડી રાત્રીના સમયે જી.જે.-૧૪-એક્સ-૬૫૭૮ બોલેરો વાહનમાં તલાસી લેતા પાસ પરમીટ વગર હેરાફેરી કરતા હોય અને વધુ પુછપરછ કરતા આ શખ્તોએ જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામના ખારા પાસેના રસ્તા ઉપરથી વાહનમાં ભરેલ હોવાનું કબુલતા અને આ પશુઓને વાહનમાં હેરાફેરી કરવા માટે બાઇકનો જીજે-૩૨-એમ-૭૨૦૩ સહીત કુલ કિ.રૂા.
૨ લાખ ૪૬ હજારના મુદામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડેલ છે. આ અંગેની ઉના પોલીસે ફરીયાદ નોંધી આગળની વધુ તપાસ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!