જેસીઆઈ જૂનાગઢ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરાઈ

0

જૂનાગઢ જિલ્લા પોલીસ, ટ્રાફિક શાખા, આર.ટી.ઓ, એસ.ટી. ડેપો તેમજ જેસીઆઈ જૂનાગઢ દ્વારા ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ તારીખ ૦૨/૦૨/૨૦૨૧ના રોજ જૂનાગઢ રેલવે સ્ટેશન રોડ ખાતે કરવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં સલામતીના પેમ્પ્લેટ અને ગુલાબનું ફૂલ આપી ટ્રાફિક જાગૃતિ લાવવા નિયમોની જાણકારી આપવામાં આવેલ હતી. લોકોમાં ટ્રાફિકની જાગૃતિ લાવવી સરળ બને તે માટે આ કાર્યક્રમ કરવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જીલ્લા પોલીસ ટીમના જૂનાગઢ ડીવીઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, આર.ટી.ઓ. ઇન્સ્પેકટર શ્રી સોલંકી, આર.ટી.ઓ. પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી પ્રજાપતિ, એસ.ટી. ડેપો મેનેજર શ્રી ચૌધરી, એસ.ટી.ના કર્મચારી શ્રી પરમાર, એન.જી.ઓ. શ્રી કવા, ટ્રાફિક પી.એસ.આઈ. શાખાના એસ.એન. સોનારા, કોર્પોરેટર અશરફ થઈમ, સત્યમ સેવા યુવક મંડળના મનસુખભાઈ વાજા, જેસીઆઈ જૂનાગઢ વર્ષ ૨૦૨૧ના નવનિયુક્ત પ્રમુખ જયદીપ ધોળકિયા, સેક્રેટરી ચેતન સાવલિયા, વિરલ કડેચા, મેન્ટર અરવિંદભાઈ સોની, ડાયરેકટર કિશોરભાઈ ચોટલીયા, ચિરાગ કડેચા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!