જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયે કોરોનાની વેકસીન લીધી

0

જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે ગઈકાલે જીલ્લા પંચાયત આરોગ્ય શાખા ખાતે કોરોનાની વેકસીન લીધી હતી. આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આજે સવારે ૯ કલાકેથી જૂનાગઢ ગ્રામ્ય ત્રણ તાલુકાનાં શિક્ષણ પરિવાર માટે કોવિડ વેકસીન કલેકટર કચેરીનાં સભાખંડ ખાતેથી આપવામાં આવી રહી છે. જેમાં ૯ કલાકે બિલખા કુમાર પે સેન્ટર ખાતે, ૧૦ વાગ્યે કન્યા પે સેન્ટર ખાતે, ૧૧ વાગ્યે માખિયાળા પે સેન્ટર, ૧ર વાગ્યે મજેવડી પે સેન્ટર, બપોરે ૧ વાગ્યે ચોકી પે સેન્ટર ખાતે, ર વાગ્યે ખડીયા પે સેન્ટર, ૩ વાગ્યે વિજાપુર પે સેન્ટર ખાતે, ૪ વાગ્યે ગલીયાવાડ તથા બગડું પેસેન્ટર ખાતે પ્રાથમિક શાળાનાં આચાર્યો તથા શિક્ષકો દ્વારા કોરોનાની વેકસીન લેવામાં આવી રહી છે. આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, કોરોનાની આ રસી લેવાથી કોઈ આડઅસર થતી નથી માટે લોકોએ કોઈ પણ પ્રકારની અફવા સાંભળ્યા વગર આ કોરોનાની રસી મુકાવવી જાેઈએ અને કોરોના સામે સુરક્ષિત થવું જાેઈએ.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews