જૂનાગઢ પોલીસનો નવતર અભિગમ : ચૂંટણી સબબ જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગુન્હાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા શખ્સોની કરાતી તપાસ

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તાજેતરમાં યોજાનાર તાલુકા,જિલ્લા પંચાયત ચૂંટણી તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની પેટા ચૂંટણી શાંતિપૂર્વક માહોલમાં યોજાય તે માટે વાહન ચેકીંગ, હથિયારધારાના કેસો, પ્રોહીબિશનના કેસો, અટકાયતી પગલાઓ, પરવાના વાળા હથિયાર જમા કરાવવા વિગેરે સંબંધી કામગીરી કરવા ખાસ ઝુંબેશ રાખી, કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અમલદારો તથા પોલીસ ઓફિસરને સૂચના આપવામાં આવેલ છે.
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની પેટા ચૂંટણી અનુસંધાને જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન તથા જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં અસામાજિક તત્વો દ્વારા કોઈ ગરબડી કરવામાં ન આવે તેમજ ચૂંટણી ર્નિભયતા ભર્યા વાતાવરણમાં શાંતિના માહોલ વચ્ચે યોજાય તે માટે કાર્યવાહી કરવા માટે આપેલ સૂચના આધારે જૂનાગઢ શહેરના વિસ્તારોમાં જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ, બી, સી ડિવિઝન અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ દ્વારા લેવામાં આવતા રોલકોલમાં માથાભારે ઇસમોને બોલાવીને ચેક કરવાનું તથા રોલકોલમાં હાજર તમામ પોલીસ જવાનો તથા અધિકારીઓ રૂબરૂ વિસ્તારના માથાભારે ઇસમોને પોતાના નામ અને ક્યાં ક્યાં ગુન્હાઓમાં, કઈ કઈ જગ્યાએ પકડાયેલ અને હાલમાં પ્રવૃત્તિ શું કરે છે? તે બાબતે વિગતો એકત્રિત કરવાનું ચાલુ કરવામાં આવેલ છે.
જૂનાગઢ જિલ્લામાં તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ ૫ૂર્ણ થાય તે માટે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા ગુન્હેગારોને ચેક કરવાના નવતર પ્રયોગ આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જી.ચૌધરી, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.બી.સોલંકી, સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.જે.બોદર, બીલખા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.જી.ધામા, મેંદરડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એમ.મોરી વિસાવદર પોલીસ સ્ટેશનના પીઆઈ એન.આર.પટેલ, ભેસાણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.ડી.વાળા તથા તાલુકા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ એસ.એન.સગારકા દ્વારા રોલકોલમાં શહેર તથા જિલ્લા વિસ્તારના ભૂતકાળમાં ગંભીર ગુન્હાઓમા પકડાયેલ નામચીન અને માથાભારે આરોપીઓને રોલકોલમાં પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને પોલીસ અધિકારી તથા પોલીસ સ્ટાફની હાજરીમાં આ માથાભારે ઈસમો ક્યારે પકડાયેલ, ક્યાં ગુન્હામાં પકડાયેલ અને હાલમાં શું પ્રવૃત્તિ કરે છે? તે વિગત માથાભારે ઈસમો પાસે જ બોલાવી, બાદમાં તમામ સ્ટાફને ઓળખ કરવામાં આવેલ હતી. બાદમાં આ માથાભારે ઈસમો વિરૂધ્ધ ભૂતકાળમાં ચૂંટણી સમયે અટકાયતી પગલાં લેવાયેલ છે કે કેમ? વિગેરે બાબતોની નોંધ કરી, અંતમાં આ તમામ અધિકારીઓ દ્વારા માથાભારે ઈસમોને મર્યાદામાં રહેવા તથા ચૂંટણી દરમ્યાન કે ત્યારબાદ કોઈ ગુન્હાહિત પ્રવૃત્તિમાં નહિ પડવા અને ગુન્હાહિત પ્રવૃત્તિથી દૂર રહેવા પોલીસની ભાષામાં સમજાવવામાં આવેલ હતું. જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક તત્વોને ચેક કરવા માટે કરવામાં આવેલ આ નવતર આયોજન દરમ્યાન ખૂન, ખૂનની કોશિષ, લૂંટ, ધાડ, મારામારી, ઘરફોડ ચોરી, જેવા ગંભીર ગુન્હામાં સંડોવાયેલ માથાભારે ઈસમોને ચેક કરવામાં આવેલ હતા. જેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ૧૫ આરોપીઓ, બી ડિવિઝન પોલીસ દ્વારા ૧૦ આરોપીઓ, સી ડિવિઝન પોલીસ દ્વારા ૨૫ આરોપીઓ સહિત તમામ પોલીસ સ્ટેશન દ્વારા મળી, કુલ આશરે ૬૦ જેટલા માથાભારે ઈસમોને ચેક કરવામાં આવેલ હતા. જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ માથાભારે ઈસમોને ચેક કરવાનો નવતર પ્રયોગ અંગેની કાર્યવાહી ચૂંટણી દરમ્યાન સતત અને ત્યારબાદ પણ સમયાંતરે ચાલુ રાખવામાં આવશે, તેવું પોલીસની યાદીમાં જણાવાયું છે…

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!