આણંદમાં આર્થિક ભીંસથી બે સંતાનો સાથે સામુહિક આત્મહત્યાનો પ્રયાસ, માતા-પુત્રનું મોત

0

આણંદ શહેરમાં પી.એમ. પટેલ કોલજ બસ સ્ટેશન સામે આવેલી જીવનદીપ સોસાયટીમાં રહેતા ટીનાબેન પ્રકાશભાઈ શાહ (ઉ.વ. ૩૮)ના પતિ પ્રકાશભાઈ શાહ  ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે. કોરોના મહામારી અને લોકડાઉનને લઈને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો ઠપ્પ થઈ જતાં પરીવાર છેલ્લા દસેક માસથી આર્થિક સંકડામણમાં આવ્યું હતું. અને પૈસાની ખુબ જ તંગી પડતી હતી. તેમજ પ્રકાશભાઈ શાહ ઉપર દેવુ થઈ ગયું હતું. ગઈકાલે ટીનાબેન શાહે પોતાનાં પુત્ર મીતકુમાર (ઉ.વ. ૧ર) અને દીકરી તૃષ્ટી (ઉ.વ. ૧પ) સાથે સેલફોસની ગોળીઓ પાણી સાથે ગળી સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કરતાં હોસ્પીટલમાં ખસેડવામાં આવતં મીતકુમાર અને ટીનાબેનનું મોત નિપજયું હતું. જયારે તૃષ્ટીની સારવાર ચાલી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews