સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેતા ઓબીસી વિદ્યાર્થીઓને તાલીમ સહાય ચુકવાશે

0

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં રાજય સરકાર દ્વારા ગઈકાલે બે-બે જાહેરાતો કરાઈ હતી. શિક્ષણ ક્ષેત્રે સાતમા પગાર પંચનાં નિર્ણયની જાહેરાત ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેતાં ઓબીસીનાં વિદ્યાર્થીઓને હવે તાલીમ સહાય ચુકવવાનો રાજય સરકારે નિર્ણય લીધો છે. ઓબીસી વર્ગનાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરતાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક તરીક્ષાની તાલીમ સહાય પેટે રૂા. ર૦ હજાર અથવા ખરેખર ચુકવવા થતી ફી જે ઓછુ હોય તે સીધા વિદ્યાર્થીના ખાતામાં સીધા જમા થશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews