હવે ખેડૂતોની જમીન રપ મીટર પહોળાઈમાં સંપાદિત થવાના બદલે ૯ મીટર પહોળાઈમાં જ સંપાદિત થશે

0

જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ગુજરાત પાણી પુરવઠા બોર્ડની પાઈપ લાઈન એન.સી. ૩૭ પસાર થતી હોય જેમાં ખેડૂતોની જમીનના રપ મીટર સુધી પહોળાઈના વપરાશી હક્કો સંપાદિત થનાર હતા. જે સંદર્ભે આ વિસ્તારના ખેડૂતો દ્વારા વિસ્તારના ધારાસભ્ય અને રાજયના કેબિનેટ મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવેલ હતી. રજૂઆત સંદર્ભે ખેડૂતોની લાગણી અને માંગણીને સમજી યુવા મંત્રી જયેશ રાદડીયાએ ત્વરીત સક્રીયતા દાખવી સરકાર કક્ષાએથી ખેડૂતોની જમીનના રપ મીટર પહોળાઈમાં જમીનના વપરાશી હક્કો સંપાદિત કરવાની બાબતે સુધારો કરાવી આ વપરાશી હક્કો ૯ મીટર પહોળાઈ સુધી કરાવેલ છે. જેથી હવે આ વિસ્તારના ખેડૂતોની જમીનના વપરાશી હક્કો રપ મીટરના બદલે ૯ મીટર પહોળાઈમાં જ સંપાદિત થશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!