વિશ્વ મહિલા દિન અંતર્ગત સમસ્ત બ્રહ્મસમાજની મહિલા પાંખ દ્વારા બ્રહ્મ નારીઓનું સન્માન કરાયું

0

વિશ્વ મહિલા દિન (૮ માર્ચ) ની ઉજવણીના ભાગરૂપે સમસ્ત બ્રહ્મસમાજ – જૂનાગઢ, મહિલા મંડળ દ્વારા બ્રહ્મ સમાજના અગ્રણી અને સમાજને યોગદાન આપનાર બ્રહ્મ નારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. બ્રહ્મ સમાજ મહિલા મંડળ ૩૦ વર્ષથી જૂનાગઢમાં કાર્ય કરી રહેલ છે. ૧૮૦ સભ્યોની સંખ્યા આ મંડળમાં છે અને દર મહિનાનાં પહેલાં બુધવારે મહિલા ઉપયોગી કાર્યક્રમ સાથે સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમ, અવનવી રમત રમાડવામાં આવે છે. આ કાર્યક્રમમાં પાયાના પથ્થર એવા જીવંતિકાબેન દવે, હર્ષવીણાબેન જાેષી, પ્રતિભાબેન ઠાકર, વિદ્યાબેન જાેષી, વીણાબેન પંડ્યા, સુધાબેન પુરોહિત, ભદ્રાબેન ભટ્ટ, જયાબેન ઠાકર અને પૂર્વ મેયર આધ્યાશક્તિબેન મજમુદાર, સમાજનું ગૌરવ જાન્હવીબેન ઉપાધ્યાય અને પૂર્વ આરોગ્યમંત્રી હેમાબેન આચાર્યનું સન્માન કરવામાં આવ્યું હતું. ૧૩મી માર્ચ શનિવારના રોજ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા વિશ્વશાંતિના કલ્યાણ અર્થે શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. આ યજ્ઞમાં ૩૧ યજમાન યજ્ઞ વિધિ કરશે. શાંતિ યજ્ઞમાં સૌને આહુતિ આપવા જીવંતિકાબેન, હર્ષવીણાબેન, પ્રમુખ રૂપલબેન લખલાણી, મંત્રી કુમુદબેન ઠાકરની સંયુકત યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews