ગીર સોમનાથ જીલ્લામાં સરકારી જમીન ઉપર બાદલપરામાં કોમ્પલેક્ષ, ઉનાના કોબ અને ચિખલીમાં ઝીંગા ઉછેર કેન્દ્ર ખડકી દઇ ૭ શખ્સો ધિકતી કમાણી કરવા લાગ્યા

0

ગીર સોમનાથ જીલ્લામાં સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર દબાણો કરી ધિકતી કમાણી કરતા ભુમાફીયાઓ સામે તંત્રએ લેન્ડ ગ્રેબિંગ એકટની કડક અમલવારી સમાન કાર્યવાહી કરતા ખળભળાટ મચ્યો છે. ગીર સોમનાથ જીલ્લામાં વેરાવળના બાદલપરામાં સરકારી જમીન ઉપર ગેરકાયદે કોમ્પલેક્ષ ખડકી દઇ દુકાનો ભાડે ચડાવી દીધેલ હતી. જયારે ઉનાના કોબ અને ચીખલી ગામે સરકારી જમીન ઉપર ગેરકાયદે ઝીંગા ઉછેર કેન્દ્ર ખડકી દઇ ધિકતી કમાણી કરતા ૭ ભુમાફીયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ સરકારી અધિકારીઓએ ત્રણ ગુનાઓ નોંધાવતા ડીવાયએસપી કક્ષાના અધિકારીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગીર સોમનાથ જીલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ પ્રથમ ગુનો નોંધાયા બાદ વધુ ત્રણ ગુનાઓ નોંધાતા ભુમાફીયાઓમાં ખળભળાટ મચી ગયો છે.
વેરાવળના બાદલપરા ગામમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કબ્જા અંગે પ્રભાસપાટણ પોલીસમાં નોંધાયેલ ગુનાની વિગતો મુજબ બાદલપરા ગામના સર્વે નં.૨૧ ની હે.૨-૦૩-૩૬ ચો.મી. સરકારી પડતર જમીન ઉપર આશરે ચારેક વર્ષ પહેલા વાણીજય વપરાશ માટે ૧૭ દુકાનો તથા ૧ સર્વીસ સ્ટેશનનું બાંધકામ કરી ભાડે આપી ભાડાની રકમ બાદલપરાનો મીયાત પુંજાભાઇ કછોટ નામનો શખ્સે મેળવતો હોવાનું તપાસમાં સામે આવેલ હતુ. જેના આધારે અહેવાલો લેન્ડ ગ્રેબિંગ સમિતિએ ર્નિણય કરી હુકમ કરતા વેરાવળના ગ્રામ્યો મામલતદાર કાલસરીયાએ બાદલપરા ગામના મીયાત પુંજાભાઇ કછોટ સામે ગુજરાત જમીન પચાવી પાડવાના ઉપર (પ્રતિબંધ) વિધયક ર૦ર૦ મુજબ ગુનો કર્યા અંગે ફરીયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બીજા ગુનાની નોંધાયેલ વિગત મુજબ ઉના તાલુકાના કોબ ગામની સર્વે નં.૯૨ પૈકી ૧ ની સરકારી જમીનના દોઢ વિઘા જગ્યા ઉપર છેલ્લા ત્રણ વર્ષથી કોબ ગામના જ સીંગભાઇ અરશીભાઇ શીંગડ, બીજલભાઇ બચુભાઇ બાંભણીયા, લખમણભાઇ માંડણભાઇ ભાલીયાએ ગેરકાયદેસર કબ્જાે કરી ઝીંગા ઉછેર કેન્દ્ર બનાવી કાર્યરત કરી કમાણી કરી રહેલ હોવાનું તપાસમાં આવેલ હતુ. જેના આધારે તૈયાર થયેલ અહેવાલ ગીર સોમનાથ જીલ્લાની લેન્ડક ગ્રેબિંગ સમિતિમાં રજુ થયેલ હતો. જેમાં કબ્જાે કરનાર લોકો સામે કાર્યવાહી કરવાનું નકકી થયેલ હતુ. જેના આધારે કોબ ગામના સીંગભાઇ અરશીભાઇ શીંગડ, બીજલભાઇ બચુભાઇ બાંભણીયા, લખમણભાઇ માંડણભાઇ ભાલીયા સામે લેન્ડ ગ્રબિંગ એકટની કલમ હેઠળ મામલતદારે ફરીયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ત્રીજા ગુનાની નોંધાયેલ વિગત મુજબ ચીખલી ગામની સીમમાં સરકારી જમીન સર્વે નં.૧૫૩(૨), સર્વે નં.૧૬,૫(૧) તથા કોબ ગામના સર્વે નં.૨૪ પૈકી ૭ તથા સર્વે નં.૨૪ પૈકી ૮ ની જમીન ઉપર છેલ્લાા ૧૧ વર્ષથી જીવાભાઇ ભીમાભાઇ બાંભણીયા, લાભુબેન રાજાભાઇ કામળીયા, જેમલભાઇ લાખાભાઇ બાંભણીયાએ ગેરકાયદેસર કબ્જાે કરી ઝીંગા ઉછેર કેન્દ્ર બનાવી લાખો રૂપીયાનો આર્થીક લાભ મેળવી રહયા છે. જે તપાસમાં સામે આવતા અહેવાલ જીલ્લા કલેકટરની અધ્યક્ષતાવાળી સમિતિ સમક્ષ રજુ કરાયો હતો. જેમાં ગેરકાયદેસર કબ્જાે કરી કમાણી કરતા ત્રણેય સામે ગુનો નોંધાવવાનું નકકી થયેલ હતુ. જેના આધારે ઉનાના મામલતદાર કનુભાઇ  નીનામાએ જીવાભાઇ ભીમાભાઇ બાંભણીયા, લાભુબેન રાજાભાઇ કામળીયા, જેમલભાઇ લાખાભાઇ બાંભણીયા સામે લેન્ડ ગ્રેબિંગ અધિનિયમ હેઠળ ફરીયાદ નોંધાવતા પોલીસે એકટની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
સરકારી જમીનમાંથી ખનીજચોરી કરતા  ખનીજમાફીયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ કાર્યવાહી કરવા લોકમાંગ
અત્રે નોંધનીય છે કે, રાજય સરકારે ભુમાફીયાઓ સામે કડક કાર્યવાહી કરવા લેન્ડ ગ્રેબિંગનો કાયદો પસાર કરી તેની કડક અમલવારી ગ્રાઉન્ડ લેવલે કરાવવા આદેશો કરેલ છે. જેના પગલે ગીર સોમનાથ જીલ્લા કલેકટર સમક્ષ આવેલ ફરીયાદો અનુસંધાને તપાસ ચાલી રહેલ હતી. જે પૈકીના અમુક પ્રકરણોના અહેવાલો જીલ્લા કલેકટરના અઘ્યક્ષસ્થાનવાળી લેન્ડ ગ્રેબિંગ સમિતિ સમક્ષ રજુ થતા કડક કાર્યવાહી કરવાના સર્વાનુમતે ર્નિણયો લેવાયા હતા. જેના આધારે એક જ દિવસમાં જીલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ચાર ગુનાઓ નોંધાતા ભુમાફીયાઓમાં ખળભળાટ મચી ગયો છે. તો બીજી તરફ ગીર સોમનાથ જીલ્લામાં મોટાપાયે સરકારી પડતર જમીનોમાંથી ગેરકાયદેસર ખનીજ ચોરીનો કાળો કારોબાર પુરબહાર રીતે જવાબદારોની મીઠી નજર હેઠળ ચાલતો  હોવાના વારંવાર આક્ષેપો ઉઠે છે. ત્યારે આવા ખનીજચોરો સામે પણ લેન્ડ ગ્રેબિંગની આવી જ કડક કામગીરી આગામી દિવસોમાં થાય તેવી લોકોમાંથી માંગ ઉઠી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!