મહાશિવરાત્રીએ ભાવિકોએ માસ્ક પહેર્યુ હશે તો જ સોમનાથ મંદિરમાં પ્રવેશ મળશે

0

પ્રથમ આદિ જયોતિર્લીંગ સોમનાથ મહાદેવના સાંનિઘ્યે તા.૧૧ ને ગુરૂવારે કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે મહાશિવરાત્રીની ઉજવણી કરવાનું આયોજન કરાયેલ છે. મહા શિવરાત્રીના દિને સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે વહેલી સવારે ૪ વાગ્યે ખુલ્યા બાદ સળંગ ૪૨ કલાક સુધી ખુલ્લા રહેશે. જે દરમ્યાન સોમનાથ મહાદેવને ધ્વજારોહણ, ચાર પ્રહરની મહાપૂજા-આરતી, પાલખીયાત્રા સહિતના ધાર્મીક કાર્યક્રમો યોજવાનું આયોજન કરાયેલ છે. જયારે કોરોનાની  પરસ્થિતિને ધ્યાને લઇ મહાદેવના દર્શને આવતા ભાવિકોએ ફરજીયાત માસ્ક પહેરીને આવવાની સાથે મંદિરમાં ચાલતા ચાલતા દર્શન કરી બહાર નિકળી જવાનું રહેશે. કોરોનાની જાહેર ગાઇડ લાઇન્સનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.
અરબી સમુદ્ર કાંઠે બિરાજમાન દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાંનિઘ્યે મહાશિવરાત્રીની ઉજવણી કરવા અંતર્ગત ચાલી રહેલ તૈયારીઓ અંગે માહિતી આપતા મંદિર ટ્રસ્ટના અધિકારી દિલીપ ચાવડાએ જણાવેલ કે, મહાશિવરાત્રીએ સોમનાથ મંદિરે આવનાર તમામ ભાવિકોએ માસ્ક ફરજીયાત પહેરીને આવવાની સાથે કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરવાનું રહેશે. મંદિરમાં ભાવિકોના પ્રવેશથી લઇ બહાર નિકળવાના માર્ગે ભીડ ન થાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. તા.૧૧ ને ગુરૂવારે વ્હેલી સવારે ૪ વાગ્યે સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે ખુલશે ત્યારબાદ સળંગ ૪૨ કલાક સુધી ખુલ્લા રહયા બાદ બીજા દિવસે એટલે કે શુક્રવારની રાત્રે ૧૦ વાગે બંધ થશે. સમગ્ર વર્ષમાં કરેલ શિવપુજાઓ જેટલુ પુણ્ય માત્ર શિવરાત્રીના દિવસે શિવ પૂજા-દર્શન કરવાની પ્રાપ્ત થતુ હોવાથી તેને ઘ્યાને લઇ ભાવિકો તત્કાલ શિવપુજન, ઘ્વજાપુજન મર્યાદિત સંખ્યામાં ભાવિકો કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સવારે ૯ વાગ્યે પાલખીયાત્રા નિકળશે જે ફકત પરીસરમાં જ ફરશે. શિવરાત્રીને લઇ સોમનાથ મંદિર અને પ્રવેશદ્વાર ખાસ સુંગધી જુદા-જુદા પુષ્પોથી અને રંગબેરંગી લાઇટીંગથી સુશોભીત કરી ઝળહળતુ કરાશે. મંદિરે દર્શાનાર્થે આવતા અશકત, દિવ્યાંગો, વૃધ્ધો માટે પાર્કીગથી મંદિર સુધી વિનામુલ્યે રીક્ષાની વ્યવસ્થા તથા પરીસરમાં ઇ-રીક્ષા, વ્હીલચેરની સુવિધા રાખવામાં આવશે. આ તકે ખાસ મેડીકલ ટીમને પણ તૈનાત રખાશે.
વધુમાં અધિકારી દિલીપ ચાવડાએ જણાવેલ કે, હાલ કોરોનાને લઇ શિવરાત્રીના દિને મંદિરે આવતા ભાવિકોએ માસ્ક પહેર્યુ હશે તો જ પ્રવેશ મળશે. જયારે પ્રવેશ બાદ મંદિરમાં ચાલતા ચાલતા દર્શન કરી બહાર નિકળવાનું રહેશે. પરીસરમાં લાંબા સમય સુધી કોઇ ભાવિક બેસી શકશે નહીં. આરતીના સમયે પણ આવી જ રીતે ચાલતા  ચાલતા દર્શન કરવાના રહેશે. જયારે દર વર્ષે મંદિર બહાર હમીરજી સર્કલ આસપાસ પ્રસાદી માટે ચારેક સંસ્થાઓ દ્વારા ભંડારાનું આયોજન કરાય છે. ચાલુ વર્ષે ભંડારાઓનું સ્થળ બદલીને આ વર્ષે ચોપાટીના ગ્રાઉન્ડ ખાતે ભંડારા યોજવાનું આયોજન કરાયેલ છે. જયારે સાંસ્કૃતીક કાર્યક્રમો શ્રી રામ મંદિરના ઓડીટોરીયમમાં મર્યાદિત લોકોની હાજરીમાં યોજાશે અને તેનું ડીજીટલ પ્લેટફોર્મ ઉપર પ્રસારણ કરવાનું આયોજન કરાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!