છેલ્લા બે વર્ષમાં ૩૧૩ સિંહોનાં મોતનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો

0

ગુજરાતમાં રાજ્યમાં સરકારના પ્રયાસોને લીધે પ્રખ્યાત એશિયાટિક સિંહોની વસ્તીમાં ખાસ્સો એવો વધારો થયાનો એક તરફ રાજ્ય સરકાર દાવો કરી રહી છે, તો બીજી તરફ રાજ્યમાંં છેલ્લા બે વર્ષમાં ૩૧૩ સિંહોના મૃત્યુ થયાની હકીકત ખુદ સરકારી દફ્તરેથી બહાર આવી છે. આ અંગેના કારણમાં સિંહોને બહારથી મરેલા ઢોરનો ખોરાક માટે નાખવામાં આવતા હોઈ તે ખાવાને લીધે સિંહોના મૃત્યુ  થતાં હોવાના અને રાજ્યના સિંહો વિવિધ પ્રાણી સંગ્રહાલયમાં મોકલી અપાતા હોવાના આક્ષેપો વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા. વિધાનસભાના બજેટ સત્રમાં પ્રશ્નોત્તરી કાળમાં સિંહોના મૃત્યુનો મામલો કોંગ્રેસ  દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો અને સિંહ સંરક્ષણ અંગેના સવાલો ઉઠાવતા સરકાર ઉપર આક્ષેપો પણ કર્યા હતા. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમા ંસિંહોની વસ્તી વધી હોવાના સરકારી દાવા વચ્ચે છેલ્લા બે વર્ષમાં ૩૧૩ સિંહોનાં મોતનો ચોંકાવનારો આંકડો પણ સામે આવ્યો છે. સરકારે વિધાનસભામાં કરેલા સ્વીકાર પ્રમાણે રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૩૧૩ સિંહ, સિંહણ અને સિંહબાળનાં મોત થયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!