રાજ્યમાં હજુ તો શિયાળાની વિદાયને ગણતરીના દિવસો થયા છે અને ઉનાળાનો આરંભ થવા જ જઈ રહ્યો છે. ત્યાં કાળ-ઝાળ ગરમીએ પોતાનું જાેર બતાવવાનું શરૂ કર્યું હોય તેવું લાગી રહ્યું છે. જાે કે, મોડીરાત્રિએ હજુ પણ સામાન્ય ઠંડકનો અહેસાસ જાેવા મળી રહ્યો છે. જાે કે, મહત્તમ તાપમાનમાં જાેરદાર વધારો થતાં લોકો દિવસ દરમ્યાન ગરમીનો અનુભવ કરી રહ્યા છે. જ્યારે આરંભે આવી ગરમી છે તો આવનાર દિવસોમાં જાેરદાર ગરમી પડવાના તેમજ આ વર્ષે ઉનાળો આકરો રહેવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. હજુ તો ઠંડીને ગયે સમય પણ નથી વીત્યો ત્યાં જ ધોમધખતો ઉનાળો આવી પહોંચ્યો છે. માર્ચ મહિનાની શરૂઆતથી રાજ્યમાં હવે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. તેવામાં આગામી સમયમાં કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર રહેજાે, કેમ કે માર્ચની શરૂઆતમાં જ તાપમાન ૪૦ ડિગ્રીએ પહોંચી ગયું છે. અને થોડી રાહતની વાત એ છે કે આગામી બે દિવસ તાપમાન યથાવત રહેશે. રાજ્યના વિવિધ શહેરોમાં હજુ લઘુતમ તાપમાન ૨૦ અંશથી નીચે નોંધાતા વહેલી પરોઢે અને મોડી રાત્રે ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. જાે કે,બપોરે તાપમાન ૩૮થી ૪૦ની નજીક જાય છે, જ્યારે સવારે અને રાત્રે પારો ૧૪ ડિગ્રી આસપાસ રહે છે. વાહનોની વધતી સંખ્યા સહિત ગ્લોબલ વોર્મિંગ સહિતનાં અનેક કારણોને કારણે સતત દુનિયાનું તાપમાન વધી રહ્યું છે. અને જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ ગરમીમાં વધારો થઈ રહ્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews