જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક યોજાઈ, અનેકવિધ વિકાસ કાર્યોને મંજુરી અપાઈ

0

જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક સમિતિના ચેરમેન રાકેશ ધુલેશીયાની અધ્યક્ષતામાં મળી હતી જેમાં અનેકવિધ વિકાસ કાર્યો તેમજ સ્વચ્છતાને અગ્રતા આપી સફાઈ માટેના સાધનો વગેરેની મંજુરી આપવામાં આવી છે. આ બેઠકમાં જૂનાગઢ મનપાનાં વોર્ડ નં. ૧ થી ૧પ માં સ્વસહાય જૂથને એક વર્ષ માટે ૩૦૦ માણસોની મંજુરી, બે વ્હીલવાળી બેરોજ, કચરો એકત્ર કરવા માટે કમ્પોસ્ટબીન, ફોટોગ્રાફ સ્ટોરેજ માટે મેગા પીકસેલ કેમેરા, વગેરે માટે રૂા. ર,૦૯,૪૮,પ૦૦ની મંજુરી અપાઈ છે. સરકારની ગ્રાન્ટમાંથી સેનીટેશન શાખા માટે ૧,ર૯,૯૯,૮૦૦ રૂપિયા, ધવલ શંકરભાઈ જેઠવાની રહેમરાહે પાંચ વર્ષ માટે નિમણુંક, ભવનાથ વિસ્તારમાં શિવરાત્રી મેળા માટે લાઈટ ડેકોરેશન સહિતની સુવિધા માટે રૂા. રર,૭પ,૦૦૦, ખેડૂતોને પાકના નુકશાન વળતર પેટે રૂા. ર,૩૦,૯૮૧ ચૂકવવાની દરખાસ્ત, પ્લાસ્ટીકના નિકાલ માટે ઈવનગર ડમ્પીંગ સાઈટ ઉપર શેડ બનાવવાની દરખાસ્ત તેમજ ભવનાથમાં દવાખાના માટે ગિરનાર રાજેન્દ્ર સેવા ટ્રસ્ટ, જૈન ધર્મશાળાની દરખાસ્તને મંજુરી આપવામાં આવી છે. સ્થાયી સમિતિની બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, ડે. મેયર હિમાંશુભાઈ પંડયા, સ્થાયી સમિતિના ચેરમેન રાકેશભાઈ ધુલેશીયા, દંડક ધરમણભાઈ ડાંગર, શૈલેશભાઈ દવે, મહેન્દ્રભાઈ મશરૂ, ગિરીશભાઈ કોટેચા, કિરીટભાઈ ભીંભા, શિલ્પાબેન જાેષી, આદ્યાશક્તિબેન મજમુદાર, હરેશભાઈ પરસાણા, સરલાબેન સોઢા ઉપસ્થિત રહ્યા હતા. બેઠક શરૂ થતા પહેલાં પૂર્વ સાંસદ, પૂર્વ કોર્પોરેટર અને અગ્રગણ્ય કેળવણીકાર મો.લા.પટેલના અવસાન બદલ બે મિનીટનું મૌન પાળી શોક ઠરાવ પસાર કરાયો હતો. આ બેઠકમાં સર્વાનુમતે વિકાસલક્ષી નિર્ણયો લેવાયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews