કેશોદમાં માથાકુટ પ્રશ્ને ત્રણ સામે ફરીયાદ

0

કેશોદનાં ૬૬ કેવી સબ સ્ટેશનની પાછળ રહેતા જુમ્માશા ઉર્ફે મુનોગરીબશા શાહમદાર (ઉવ.૪૩)એ આ કામના આરોપી શીંકદરા અયુશા રફાઈ, ઈબ્રાહિમશા અયુશા રફાઈ, જુબેરશા ઉર્ફે જુબી અચુશા રફાઈ (રહે.૬૬ કેવી કેશોદ) વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના આરોપી શીકંદરા તથા જુબેરશા ઉર્ફે જુબી બંન્ને અંદરો અંદર બોલાચાલી ઝઘડો કરતા હતા. જેથી આ કામના સાહેદો આરોપીઓને તેમના ઘરે સમજાવવા જતા ફરીયાદીએ સાહેદોને આ લોકો માથાભારે હોય તેઓના ઘરે નહી જવા સમજાવતા આ ત્રણેય આરોપીઓ ફરીયાદીના ઘરે આવી બોલાચાલી કરતા ફરીયાદીએ ત્રણેયને ઝઘડો નહી કરવા સમજાવત ત્રણેય આરોપીઓ ઉશ્કેરાઈ જઈ પોતાના ઘરે જઈ શીકંદર લોખંડનો પાઈપ અને ઈબ્રાહિમ લાકડી અને જુબેર તલવાર લઈ ફરીયાદીના ઘરે આવી આરોપી શીકંદરએ ફરીયાદીને મોઢાના આગળના ભાગે લોખંડનો પાઈપ મારી મોઢાના દાંત તોડી નાંખી તથા આરોપી ઈબ્રાહીમએ ફરીયાદીને લાકડી વતી પગમાં આડેધડ માર મારી તથા આ મારામારી ઝપાઝપીમાં જુબેરશા પાસેની તલવાર ફરીયાદીના માથાના પાછળના ભાગે લગાડી ત્રણેય આરોપીઓએ ફરીયાદીને ઢીકા પાટુનો માર મરી ભુંડી ગાળો આપી ગુન્હો કરવામાં એકબીજાની મદદગારી કરી કરી ગુનો કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews