જૂનાગઢમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ નજીક સામું જાેવા પ્રશ્ને છરી, લોખંડનાં સળીયાથી હુમલો, પોલીસ ફરીયાદ

0

જૂનાગઢમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ સુરેલીયા ગેરેજની પાછળની ગલીમાં ગઈકાલે બનેલા એક બનાવમાં રેખાબેન વિવેકભાઈ જાેષી (ઉ.વ.૩ર)એ ભરત, બાપુ, બાપુની માતા તથા ભરતનો મિત્ર વગેરે સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરીયાદી તથા ફરીયાદીના પતિ તેમના મિત્રને ત્યાંથી બેસીને આવતા હોય તે દરમ્યાન આરોપી નં.૧ થી ૩ મહાદેવ પાન પાસે બેસેલ હોય જેમાં આરોપી નં.ર એ ફરીયાદીની સામે જાેયેલ હોય જેથી ફરીયાદીએ કહેલ કે તું કેમ મારા સામુ જાેવે છે તેમ કહી ફરીયાદી તથા તેમના પતિ આરોપી નં.૧ થી ૩ સમજાવા જતા એકદમ ઉશ્કેરાઈ જઈ આરોપી નં. ર તથા નં.૩ એ ફરીયાદીના પતિને પકડી રાખી આરોપી નં.૧ ભરતે લોખંડનો પાઈપ મારેલ અને ફરીયાદી તેમના પતિને છોડાવવા જતા નજીકમાંથી આરોપી નં. રની માતા અવતા જેના હાથમાં એક છરી હતી જે છરી આરોપી નંર એ લઈ ફરીયાદીના પતિને મારવા જતા ફરીયાદી તેમના પતિને બચાવા જતા ફરીયાદીને આરોપી નં.ર એ કમરના ભાગે તથા જમણા પગમાં છરી લાગેલ અને આરોપી નં.૧ થી ૪ ફરીયાદીને તથા તેમના પતિને ગાળો કાઢી ભાગી ગયેલ અને ફરીયાદીના પિતા સત્યનારાયણ કિસુદાસ ફરીયાદીના ઘરે રોકાવા આવેલ હોય તે દરમ્યાન આ આરોપી નં.૧ તથા આરોપી નં.૩ ફરીયાદીના ઘરે જઈ ફરીયાદીના પિતા આ કામના સાહેદને તેમની ઘરેથી બહાર બોલાવીને આરોપી નં.૧ લોખંડનો પાઈપ તથા નં.૩ લોખંડનો સળીયો મારી ઈજાઓ કરેલ અને આ કામના આરોપી નં.૧ થી ૩ ફરીયાદી તથા સાહેદ ફરીયાદીના પતિ તથા ફરીયાદીના પિતાને માર મારી ઈજાઓ કરી કરતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews