જૂનાગઢમાં તસ્કરોનો તરખાટ, રહેણાંક મકાનમાં જ ચોરી

0

જૂનાગઢનં નંદનવન મેઈન રોડ દાનવ મંડપ સર્વિસ સામે રહેતા ભારતીબેન પ્રવિણભાઈ રાઠોડ (ઉ.વ.૪૦)એ પોલીસમાં કોઈ અજાણ્યા શખ્સ સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, ફરીયાદી પોતાના દિકરા જેનીલના ઘરે તાલાલા ગયેલ હોય ત્યારે રાત્રીના સમયે ઘરમાંથી આશરે રોકડ રૂા.ર૦,૦૦૦/- કાનની સોનાની કડી તથા એક સોનાની વીંટી તથા બે નાની સોનાની કાનની બુટી તથા સોનાના નાકમાં પહેરવાના દાણા પ તથા ચાંદીના પગમાં પહેરવાના સાંકળા એક જાેડી તથા ચાંદીનો જુનો ભંગાર મળી કુલ રૂા.૪૪પ૦૦/-ની તથા ફરીયાદીની બાજુમાં રહેતા જગદીશભાઈ બચુભાઈના મકાનમાં રોકડ રૂા.૭પ૦૦/- તથા કાનમાં પહેરવાના સોનાના દાણા નંગ – ર કિ.રૂા.૧પ૦૦/- તથા નાની છોકરીના પગમાં પહેરવાની જાંજરી જાેડી-૦૧ કિ.રૂા.પ૦૦/- એમ મળી કુલ રૂા.૯પ૦૦/- અને બંનેના મળી કુલ કિ.રૂા.પ૪,૦૦૦/-ની માલમત્તાની કોઈ અજાણ્યા શખ્સે ચોરી કર્યાની ફરીયાદ થતાં  પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews