વેરાવળ ભાજપના નેતાને ચેક રીર્ટનના બે જુદા-જુદા કેસમાં કોર્ટે એક-એક વર્ષની સજા અને ચાર લાખનો દંડ ફટકાર્યો

0

વેરાવળમાં ભાજપના નેતા અને પાલીકાના પૂર્વ ઉપપ્રમુખને ચેક રીટર્નના બે જુદા-જુદા કેસોમાં કોર્ટે એક-એક વર્ષની સાદી કેદની સજા તથા ચાર લાખ રૂપીયાનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આમ, તકસીરવાન ઠરેલા ભાજપના આગેવાનને બંન્ને કેસની કુલ બે વર્ષની સાદી કેદની સજા તથા ચાર લાખનો દંડ અને ઉછીના લીધેલ ચાર લાખ પરત આપવાનો હુકમ કરેલ હોવાનું જાણવા મળેલ છે. આ હુકમ બાદ શહેરભરમાં ચકચાર સાથે અનેકવિધ ચર્ચાઓ જાેરશોરથી ચાલુ થઇ છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર વેરાવળ ભાજપના નેતા એવા પાલીકાના પૂર્વ ઉપપ્રમુખ કિશોરભાઇ સામાણીએ મિત્રતા ખાતર સને ૨૦૧૦ આસપાસ તેમના મિત્ર જનક સોમૈયા પાસેથી હાથ ઉછીના ચાર લાખ રૂપીયા લીઘેલ હતા. જેના બદલામાં  કિશોરભાઇએ એચડીએફસીના રૂા.૩ લાખ અને રૂા.૧ લાખની રકમના બે ચેકો જનકભાઇને આપેલ હતા. જે બંન્ને ચેક રીટર્ન થતા જનકભાઇએ વેરાવળની કોર્ટમાં બે કેસો દાખલ કરેલ હતા. આ કેસ વેરાવળના મહે.જયુડી.(ફ.ક.)ની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ દ્વારા કિશોર સામાણીને બંન્ને ફોજદારી કેસમાં તકસીરવાન ઠેરવી અનુક્રમે એક કેસમાં ત્રણ લાખ રૂપીયાનો દંડ અને એક વર્ષની સજા તથા બીજા કેસમાં એક લાખનો દંડ અને એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ હતો. જેની સામે કિશોર સામાણી દ્વારા ૨૦૧૭માં સેશન્સન કોર્ટમાં  ફોજદારી ક્રિમીનલ અપીલ કરી હતી. આ બંન્ને અપીલ ત્રીજા એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ બી.એલ. ચોથાણીની કોર્ટમાં ચાલી જતા ફરીયાદી જનકભાઇ તરફથી એડવોકેટ રીતેશભાઇ પંડયા, તેજસભાઇ પંડયા, પરેશ ટીમાણીયા, રમેશ પંડીતની ટીમોએ દલીલો કરી હતી. જેના  આધારે કિશોર સામાણીને તકસીરવાન ઠેરવી નીચલી કોર્ટની બંન્ને ફોજદારી કેસમાં અનુક્રમે એક કેસમાં ત્રણ લાખ રૂપીયાનો દંડ અને એક વર્ષની સાદી કેદની સજા તથા બીજા કેસમાં એક લાખનો દંડ અને એક વર્ષની સાદી કેદની સજા અને જાે રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કાયમ રાખેલ હતો. હાલ કિશોર સામાણીને જેલ વોરંટ ભરી કસ્ટડીમાં લઇ જેલ હવાલે કરેલ હોવાનું જણાવેલ છે. ફરીયાદીના વકીલ રીતેશ પંડયાએ વધુમાં જણાવેલ કે, કિશોર સામાણીએ દંડની ચાર લાખની રકમ ઉપરાંત જનકભાઇ પાસેથી લીધેલ ચાર લાખ પણ આપવાનું કોર્ટે જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!