જૂનાગઢ : ઈશાપુર ગામે વાડીનાં કૂવામાં બાળક ડૂબી જતાં મોત

0

જૂનાગઢ તાલુકાના ઈશાપુર ગામે વાડીમાં આવેલ કુવામાં ૪ વર્ષનો બાળક કૂવામાં પડતાં ડૂબી જતાં મૃત્યુ થયું હતું. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ ઈશાપુર ગામે પરસોત્તમભાઈ ચંદુભાઈ બારીયાની વાડીમાં મધ્યપ્રદેશ રાજયમાંથી મજુરી કરવા પરિવાર આવ્યો હતો. પરિવાર મજુરી કરી રહ્યો હતો ત્યારે ૪ વર્ષનો બાળક ચિરાગ વિજયભાઈ કૂવા પાસે રમતો હતો ત્યારે અચાનક કૂવામાં પડી ગયો હતો. આ અંગે ફાયર વિભાગને જાણ કરાતાં ફાયરમેન રાજીવ ગોહિલ, અર્પિત મકવાણા, જીતુભાઈ પંડયા અને રાજુભાઈ ઠાકર ઘટના સ્થળે દોડી ગયા હતા અને બે કલાક રેસ્કયુ કરી કૂવામાંથી બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું. કૂવામાં ડૂબી જવાને કારણે બાળકનું મોત નિપજયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews