રાજકોટ શહેર-જિલ્લામાં તંત્રની મીઠી નજર હેઠળ ધમધમી રહેલા બાયોડીઝલના ગેરકાયદે પંપ ઉપર દરોડા પાડવામાં પોલીસ અને કલેક્ટર તંત્ર લાજ કાઢી રહ્યું છે. રોજ લાખો લીટર બાયોડીઝલના વેચાણના કારણે ડીઝલનું વેચાણ ઘટતા સરકારને જીએસટી અને ટેક્સ સહિતની આવકમાં રોજ લાખો રૂપિયાની નુકશાનથી થઇ રહી છે. માંગરોળ પોલીસે ૧૦.૮૦ લાખની કિંમતના ૨૪ હજાર લીટર બાયોડીઝલ ભરેલા ટેન્કર સાથે ચાલકને ઝડપી લીધો હતો. પૂછપરછમાં બાયોડીઝલનો જથ્થો રાજકોટના શખસે આપેલા મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરીને પહોંચાડાવની સૂચના હોવાનું ખુલતા પોલીસે કૌભાંડના મૂળ સૂધી પહોંચવા કવાયત શરૂ કરી છે.
પ્રાપ્ત વિગત મુજબ, માંગળરોના પીએસઆઇ વી.યુ.સોલંકી સહિતના સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન કેશોદ ચોકડી નજીકથી પસાર થઇ રહેલા ટેન્કરને શંકાના આધારે અટકાવી તલાસી લેતા ૨૪ હજાર લીટર ગેરકાયદે બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બાયોડીઝલ અને ટેન્કર જપ્ત કર્યા હતા.પોલીસે ટેન્કર સાથે ઝડપાયેલા ચાલક સતાર ઇબ્રાહિમ કાદરી (ઉ.વ.૬૦, રહે, કાલાવડ)ની પૂછપરછ કરતા સતારે એવી કબૂલાત આપી હતી કે બાયોડીઝલનો જથ્થો ભરી આપનાર રાજકોટના કમલેશના ભત્રીજા અમીતે એક મોબાઇલ નંબર આપ્યો હતો એ નંબર ઉપર સંપર્ક કરીને માલ પહોંચાડવાનો હતો. પોલીસે લાયસન્સ વિના ગેરકાયદે બાયોડીઝલની હેરાફેરી કરતા સતાર કાદરી, અમિત અને જે મોબાઇલ નંબરના આધારે માલ સપ્લાય કરવાનો હતો એ શખસ સામે ગુનો નોંધી બન્નેની શોધખોળ શરૂ કરી છે. જાે અમિત પકડાય તો આ કૌભાંડનો રેલો અનેક માથા સુધી પહોંચે તેમ હોવાથી મામલો અહિંથી જ અટકાવી દેવા ભલામણનો ધોધ શરૂ કરાયો છે. તેમજ મો માગ્યો વહિવટ કરીને આ પ્રકરણમાં પોલીસ કોઇ કાળે સૂત્રધાર સુધી ન પહોંચી શકે એવો તખતો પણ ગોઠવાઇ ગયાનું સૂત્રો કહી રહ્યા છે.
નોંધનિય છે કે, ગેરકાયદે બાયોડીઝલના પંપ બંધ કરાવવા રાજ્ય સરકારની સૂચના છે. આ સૂચના મુજબ, રાજકોટ સિવાયના શહેર,જિલ્લાઓમાં પોલીસ અને તંત્ર કડક કાર્યવાહી કરી રહ્યું છે. પોલીસ અને કલેક્ટર તંત્રએ ચૂંટણી પૂરી થયાના એક સપ્તાહ પછી પણ કાર્યવાહી શરૂ નહીં કરતા અનેક તર્ક વિતર્ક ઉઠયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews