ભવનાથ તીર્થક્ષેત્રમાં સંતોની બેઠકમાં અયોગ્ય વર્તનનની ઘટનાથી સાધુ સમાજ ખફા

0

જૂનાગઢનાં ભવનાથ તીર્થક્ષેત્રમાં આ વર્ષે કોરોનાકાળને લઈ પ્રજાની ગેરહાજરી વચ્ચે સાધુ-સંતોના સાંનિધ્યમાં મહાશિવરાત્રીનો મેળો તા.૧૧ ફેબ્રુઆરીને ગુરૂવારે સંપન્ન થયો હતો. જાે કે આ મેળા દરમ્યાન સાધુ-સંતોની ગરીમાને હાનિ પહોંચાડતી એક ઘટના પ્રકાશમાં આવી હતી. જેનાથી ભાવિકોની લાગણીને ભારે ઠેસ પહોંચી હતી. આ મેળાના પરંપરાગત વિધિ- વિધાનની ચર્ચા કરવા ભારતના વરિષ્ઠ સાધુઓની હાજરીમાં સાધુ-સંતોની મળેલી બેઠકમાં એક મહિલા મહામંડલેશ્વર તથા એક વરિષ્ઠ મહામંડલેશ્વરના શિષ્ય વચ્ચે તું-તું મે-મે અને
હાથ ચાલાકીના બનાવથી પુરા ભવનાથના સાધુ-સંતોમાં આક્રોશનો માહોલ પ્રસરી ગયો છે. આ બનાવ અંગે કોઈ વરિષ્ઠ મહિલા સાધુના એ વર્તન સામે સર્વત્ર રોષ વ્યાપી ગયો છે. આ બનાવના પડઘા હરદ્વાર ખાતે આગામી એપ્રિલમાં યોજાઈ રહેલા કુંભમેળામાં સંભળાશે એવું ભવનાથના વરિષ્ઠ સાધુઓનું માનવું છે. મહામંડલેશ્વરના શિષ્ય સાથે અયોગ્ય વર્તન એટલું જ નહીં પરંતુ હાથ ચાલાકી જેવી સ્થિતિ સર્જાઈ જતા ત્યાં હાજર તમામ વરિષ્ઠ સાધુઓ હતપ્રભ થઈ ગયા હતા અને એકપણ શબ્દ ઉચ્ચાર્યા વગર બેઠક છોડી ચાલ્યા ગયા હતાં. આ આખો જ બનાવ સાધુના ફોટા લગાડવા બાબતમાં બન્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.ત્યારે ભવનાથનાં વરિષ્ઠ સાધુઓ વચ્ચે બનેલ આ બનાવે સારી એવી ચર્ચા જગાવી છે. વરિષ્ઠ સંતોએ મહિલા મહામંડલેશ્વર અને સાધુ વચ્ચેના બનાવમાં કોઈ હરફ ઉચ્ચારતા નથી ? આ પ્રશ્ન ભવનાથમાં સાધુસંતો વચ્ચે ખાનગીમાં ચર્ચાઈ રહ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!