ગુજરાતમાં સીનીયર સીટીઝન્સની સુરક્ષાને ધ્યાને લઈને રાજય પોલીસ વડાએ આપી સુચના

0

સમાજમાં એવા ઘણા વરિષ્ઠ નાગરિકો હોય છે જેમનાં સંતાનો એમની સાથે ન રહેતા હોય અને પરિણામે વરિષ્ઠ નાગરિક અથવા એક દંપતિ એકલા રહેતા હોય છે. આવા નાગરિકો ઘણી વખત ગુનેગારો માટે સોફટ ટાર્ગેટ બનતા હોય છે. જેથી આવા વરિષ્ઠ નાગરિકોની સલામતીની પોલીસ ચિંતા કરે અને તેમની સુરક્ષા માટે એક વ્યવસ્થા ઉભી કરવામાં આવે તે હેતુથી રાજય પોલીસ વડા આશીષ ભાટીયા દ્વારા ખાસ સૂચના આપતો પરિપત્ર બહાર પાડીને તમામ પોલીસ અધિકારીઓને આ અંગે લક્ષ આપીને તા.૧પ-૪-ર૦ર૧ પહેલા સમગ્ર રાજયમાં ઓછામાં ઓછા ૪ર,પ૦૦ જેટલા સીનીયર સીટીઝન્સની નોંધણી કરવા જણાવવામાં આવ્યું છે. ડી.જી.પી. દ્વારા સીનીયર સીટીઝન્સની સુરક્ષા માટે નમન આદર સાથે અપનાપન નામની એક વ્યવસ્થા ગોઠવવા આદેશ કરવામાં આવેલ છે. જેનાં ભાગરૂપે તમામ પોલીસ સ્ટેશનમાં તે પોલીસ સ્ટેશનની હદમાં રહેતા સીનીયર સીટીઝનની યાદી બનાવવા જણાવવામાં આવેલ છે. આ યાદીમાં વરિષ્ઠ નાગરીક/દંપતીનું પુરૂ નામ/સરનમું, ફોન નંબર, ઉંમર, સગા-સંબંધી/સ્નેહીની પણ વિગતો પોલીસ દ્વારા મેળવવામાં આવશે જેથી કોઈ ઈમરજન્સી વખતે તેમનો સંપર્ક થઈ શકે છે. આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકને જે લોકો સાથે રોજીંદો વ્યવહાર/મુલાકાત/સંપર્ક હોય જેવા કે કામવાળા, ડ્રાયવર, મકાન-માલીક, ભાડુઆત, દુધ આપનાર, કરીયાણું આપનાર, ન્યુઝ પેપર આપનાર, પ્રાઈવેટ સિકયુરીટી ગાર્ડ વિગેરે જેવા લોકોનો પણ જરૂરી ડેટા પોલીસ દ્વારા મેળવીને રેકોર્ડ ઉપર રાખવામાં આવશે. આ પ્રકારે યાદી તૈયાર કર્યા બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનનાં અધિકારીઓ તથા પેટ્રોલીંગ વાનમાં ફરજ ઉપરનાં કર્મચારીઓએ નિયમિત રીતે તેમનાં વિસ્તારનાં સીનીયર સીટીઝન્સની મુલાકાત રહેવાની રહેશે અને મુલાકાત લીધા બાદ તેમાં થયેલ કાર્યવાહીની રજીસ્ટ્રરમાં નોંધ પણ કરવાની રહેશે. રૂબરૂ મુલાકાત વખતે પોલીસ દ્વારા મુલાકાત દરમ્યાન વરિષ્ઠ નાગરિકો પાસેથી જાે કોઈ ફરિયાદ/સમસ્યા/અરજી/જાણવા જાેગ/મોૈખિક માહિતી મળેલ હોય, તો તે મુશ્કેલીઓ/સમસ્યાઓ અંગે સમાધાન કરવા પ્રયાસો કરવાનાં રહેશે. સીનીયર સીટીઝન્સને જાે કોઈ જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ જેમ કે લાઈટ બીલ, ગેસ સિલીન્ડર ભરવાનાં, દવાઓ મેળવવાની વિગેરે જેવા કામ કરવા મદદની જરૂર હોય તો તે પણ પોલીસ દ્વારા કરવામાં આવશે. વરિષ્ઠ નાગરિકોની મુલાકાત વખતે પોલીસ દ્વારા તેઓને સ્થાનિક પોલીસ સહિતનાં જરૂરી નંબર પણ આપવામાં આવશે અને તેઓ કોઈ ક્રાઈમનાં ભોગ ના બને તે માટે રાખવાની જરૂરી તકેદારીઓ વિષે પણ સમજ આપવામાં આવશે. ઉપરાંત તેમનાં ઘરનાં બારી-બારણા મજબૂત છે કે કેમ, સી.સી.ટી.વી. કેમેરા છે કે કેમ વિગેરે બાબતો પણ ચેક કરવામાં આવશે. ખાસ કરીને સાઈબર ક્રાઈમ પ્રકારનાં અને મોબાઈલનાં માધ્યમથી થતા ઓટીપી ફ્રોડ પ્રકારનાં ગુનાઓથી બચવા સંબંધી માર્ગદર્શન પણ આપવામાં આવશે. સીનીયર સીટીઝન્સની સુરક્ષા માટે એનજીઓની મદદ લેવા માટે પણ પ્રયત્ન કરવામાં આવશે. રાજય પોલીસ વડા દ્વારા એવી પણ સૂચના આપવામાં આવી છે કે, મા-બાપ અને વરિષ્ઠ નાગરિકોનાં ભરણ પોષણ અને કલ્યાણ બાબત અધિનિયમ, ર૦૦૭ની કલમ-ર૪ મુજબ જે કોઈ વ્યકિત વરિષ્ઠ નાગરિકોની દેખરેખ તથા સંરક્ષણ માટે બંધાયેલ હોય, તે વ્યકિત આવા વરિષ્ઠ નાગરિકોને ઈરાદાપૂર્વક જગ્યાએ મુકી આવે ત્યારે તેને ત્રણ મહિનાની કેદની અથવા રૂા.પ૦૦ સુધીનાં દંડની અથવા આવી બંને સજા કરવાની જાેગવાઈ છે. જેથી આવા બનાવો ધ્યાને આવ્યેથી ગુનો પણ દાખલ કરવો. ઉપરાંત ભરણ-પોષણ માટે અરજી કરવા હકદાર હોય તેવા વરિષ્ઠ નાગરિકોને તેવો દાવો દાખલ કરવા માટે પણ હવે પોલીસ મદદ કરશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!