શિવરાત્રીનાં પાવન પર્વે મોતીબાગનાં પીકઅપસ્ટેન્ડ ખાતે જનતા માટે ઓનલાઈન બુકીંગ અને મુસાફર પાસની સુવિધાનો પ્રારંભ

0

જૂનાગઢ શહેરમાં મોતીબાગ ખાતે આવેલા એસટીનાં પીકઅપ સ્ટેન્ડ ઉપરથી ગઈકાલે શિવરાત્રીનાં પાવન પર્વે મુસાફર જનતાની સુવિધા માટે ઓનલાઈન બુકીંગ તથા મુસાફર પાસની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેને લઈને મુસાફર જનતામાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.
ગુજરાત રાજયનાં એસટી નિગમ દ્વારા મુસાફર જનતાને સારી સુવિધા પ્રાપ્ત થાય તે માટેનાં પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. દરમ્યાન જૂનાગઢ વિભાગીય કચેરી દ્વારા મુસાફર જનતાની સુવિધા માટે મોતીબાગ ખાતે આવેલા પીકઅપ સ્ટેન્ડ ઉપરથી ઓનલાઈન બુકીંગ તેમજ મુસાફર પાસની સુવિધા શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ એસટી વિભાગનાં નિયામક જી.ઓ. શાહ દ્વારા મોતીબાગ, મધુરમ, ગાંધીગ્રામ, રાયજીબાગ વિસ્તારનાં મુસાફર જનતાને ઓનલાઈન બુકીંગ તથા મુસાફર પાસ માટે બસ સ્ટેન્ડ સુધી ન જવું પડે અને મુસાફર જનતાની સુવિધામાં વધારો કરવાનાં શુભ હેતુથી મોતીબાગ ખાતે આવેલ પીકઅપ બસ સ્ટેન્ડ ખાતેથી ઓનલાઈન બુકીંગ અને મુસાફર પાસની સુવિધા શરૂ કરવામાં આવી છે જેનો વધુમાં વધુ મુસાફર જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!