જૂનાગઢ શહેરનાં શિવાલયોમાં મહાશિવરાત્રી પર્વની આસ્થાભેર ઉજવણી કરાઈ

0

મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે જૂનાગઢ શહેરના તમામ નાના-મોટા તમામ શિવાલયોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા અને સવારથી રાત સુધી હર… હર… મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠયા હતા. જૂનાગઢ શહેરમાં જાગનાથ મહાદેવ મંદિર, ભૂતનાથ મહાદેવ મંદિર, માંગનાથ મહાદેવ મંદિર, બિલનાથ મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મંદિર, ઝાંઝરડા રોડ ઉપર આવેલ સિધ્ધનાથ મહાદેવ મંદિર સહિતનાં મંદિરોમાં પૂજન, અર્ચન, અભિષેક સાથે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે ૧૧ હજાર રૂદ્રાક્ષનું ભવ્ય શિવલિંગ બનાવવામાં આવ્યું હતું જેના દર્શન માટે ભાવિકો ઉમટી પડયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews