જૂનાગઢ ખાતે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ધોબી સમાજની દિકરીના લગ્ન સંપન્ન

0

સત્યમ સેવા યુવક મંડળ દ્વારા જૂનાગઢ તા.૭/૩/ર૦૨૧ રવિવારના રોજ ધોબી સમાજની બે દીકરી માનસીબેન રાઠોડ અને સંગીતાબેન સોલંકીને કરિયાવર આપી બંન્નેના લગ્ન કરાવી આપેલ. આ પ્રસંગે યુવક મંડળના પ્રમુખ મનસુખભાઇ વાજા, બટુકબાપુ, રમેશભાઈ શેઠ, હરસુખભાઇ ત્રિવેદી, કમલેશભાઈ પંડ્યા, અલ્પેશભાઈ પરમાર, પ્રજ્ઞેશભાઈ વાજા, છોટુભાઈ વાજા, હસુભાઈ મારૂ, દિનેશભાઈ વાજા, અનિલભાઈ ગોહેલ, મધુકાંતભાઈ વાળા, અશોકભાઈ સોલંકી, જેન્તીભાઇ વાજા, લખમણભાઇ સોલંકી, પરશુરામભાઈ ચોર્યાશી, ધોબી સમાજના પ્રમુખ ધીરૂભાઈ ગોહેલર, ધોરાજી, જેતપુર સમૂહલગ્ન સમિતિના પ્રમુખ મનસુખભાઇ જેઠવા, રમેશભાઈ ગોહેલ તથા રાજકોટથી રમણીકભાઇ મોડાસીયા અન્ય કાર્યકર્તાઓ આ પ્રસંગે હાજર રહી બન્ને નવદંપતીને શુભ આશીર્વાદ આપેલ હતા. બન્ને કન્યાઓને ૬૫-૬૫ વસ્તું કરિયાવરમાં આપેલ હતા. બન્ને કન્યાઓની આર્થિક પરિસ્થતી નબળી હોય અમદાવાદ ચિ. મનીષાબેન શૈલેષભાઈ રાઠોડ જે અમદાવાદ છે તેમના પિતા શૈલેષભાઈ રાઠોડને પેરેલીસિસ થતા આર્થિક રીતે નબળી હોઈ જૂનાગઢ ધોબી સમાજ યુવક મંડળના સહકારથી આ લગ્ન કરી આપવામાં આવેલ છે. જૂનાગઢની દીકરી સંગીતાબેનના પૂર્નઃ લગ્ન કરી આપેલ છે તેમને કરિયાવર સાથે જમણવારનો સહકાર યુવક મંડળ ધોબી સમાજ જૂનાગઢ સત્યમ સેવા યુવક મંડળના સહકારથી કરી આપેલ છે. આ પ્રસંગે સત્યમ સેવા યુવક મંડળના કાર્યકરો હાજર રહી પ્રસંગને દીપાવેલ તેમજ આ પ્રસંગે મયારમદાસજી આશ્રમની જગ્યાનો પણ સહયોગ મળ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews