સત્યમ સેવા યુવક મંડળ અને તાલુકા કાનૂની સેવા સતા મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ના પ્રસંગે ૧૦ વૃધ્ધ મહિલાઓ ઓને બેરોમીટર આપવામાં આવેલ તેમજ આર્થિક રીતે નબળા વર્ગની ૧૦૦ મહિલાઓને સેનેટરી પેડ અને માસ્ક વિતરણ કરવામાં આવેલ તેમજ દામજીભાઈ પરમાર તરફથી રાશન કીટનું વિતરણ કરવામાં આવેલ હતું . આ કાર્યક્રમનું ઉદઘટન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી પી.એમ. આટોદરીયા તથા ફેમિલી કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ એસ,વી સિંગલના વરદ હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે એડવોકેટ પી.એમ. કારિયા, ડી.એમ. શેઠિયા એડવોકેટ દર્શનાબેન કનેરિયાએ મહિલાઓને લગતા વિવિધ કાયદાનું જ્ઞાન આપ્યું માતૃશ્રી એમ.જી.ભુવા કન્યા વિદ્યા મંદિર ડો.હરિભાઈ ગોધાણી કેમ્પસ સ્થિત પ્રિન્સિપાલ જયશ્રીબેન વેકરીયા તેમજ અંધ કન્યા છાત્રાલયની દીકરી હીનાબેન મહિપાલ અને રાવમાં રૂબીનાએ મહિલાઓ વિષે માર્ગ દર્શન આપેલ. આ પ્રસંગે પુષ્પાબેન પરમાર, શાંતાબેન બેસ, દામજીભાઇ પરમાર ખાસ ઉપસ્થિત રહેલ હતા. મહિલા વિશ્વ દિવસ ના પ્રસંગે ગીરીશભાઈ સોની દ્વારા વહીલ ચેર, વોકર ટોયલેટ ચેર જેવી મેડિકલ સાધન ની સહાય કરેલ હતી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મહિલા ઓ ને મળતી મફત કાનૂની સહાય માટે સલાહ અને સરકારી યોજનાની વિસ્તૃત માહિતી આપેલ હતી. આ કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મનસુખભાઇ વાજા, અલ્પેશભાઈ પરમાર, પ્રવીણભાઈ જાેષી, પ્રજ્ઞેશભાઈ વાજા, કમલેશભાઈ ટાંક, મનોજભાઈ સાવલિયાએ જહેમત ઉઠાવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews