સોમનાથ મંદિરને વિસ્મયકારક પ્રકૃતિદત તરીકેનો એવોર્ડ અમેરીકન સંસ્થાએ એનાયત કર્યો

0

મહાશિવરાત્રીના દિવસે સોમનાથ મંદિર ટ્રસ્ટને વિસ્મયકારક પ્રકૃતિદત તરીકેનો તથા ટ્રસ્ટી જે.ડી. પરમારને પ્રેરણાદાયી વ્યકતીત્વ માટેનો એવોર્ડ અમેરીકાની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગોનાઇઝેશનના પદાધિકારીઓએ સોમનાથ આવી ટ્રસ્ટના પદાધિકારીઓને એનાયત કર્યો છે.
અમેરિકાની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગોનાઈઝેશન સંસ્થા આંતરરાષ્ટ્રીય કક્ષાએ એવા લોકો અને સંસ્થાને પ્રોત્સાહન આપે છે. જેમણે સામાજીક, શૈક્ષણીક તથા પરોપકારી કાર્યો કર્યા હોય અથવા પોતાના ક્ષેત્રમાં ગણના પાત્ર શ્રેષ્ઠ કામગીરી કરી હોય છે. જેથી દેશ અને દુનિયાની પ્રગતિમાં ફાળો આણ્યો હોય છે. તેવી સંસ્થ અને લોકોને અમેરીકન સંસ્થા તેમના કામની કદર કરતા પ્રમાણપત્ર એનાયત કરી આંતર રાષ્ટ્રીય પ્રસિધ્ધી આપે છે. આ સંસ્થો દ્વારા સોમનાથ મંદિર ટ્રસ્ટને તથા ટ્રસ્ટી જે.ડી. પરમારને એક – એક એવોર્ડ એનાયત કરવા અમેરીકન સંસ્થાના પ્રતિનિધિઓ શિવરાત્રીના દિવસે સોમનાથ આવ્યા હતા. સોમનાથના ઓડીટોરીયમ ખાતે યોજાયેલ સમારોહમાં સંસ્થાના વડોદરાથી દિનેશભાઇ બારોટ, અમેરીકા ન્યુજર્સીથી મિહિર બ્રહ્મભટ્ટ, રાજકોટથી ભરતસિંહ પરમારે સોમનાથ ટ્રસ્ટનો એવોર્ડ સેક્રેટરી પી.કે. લહેરીને તથા ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમારને એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરેલ હતાં.
આ બે એવોર્ડમાં સોમનાથ ટ્રસ્ટને વિસ્મયકારક પ્રકૃતિદત સુઝ માટે કરાયેલ હતો. જેમાં ભારત દેશની ચડતીના માનદંડ સમાન ભગવાન સોમનાથના પુરાણ પ્રસિધ્ધ પરંતુ જીર્ણ મંદિરના પુનરોર્ધાર માટે સંકલ્પબધ્ધ ભારત રત્ન સરદાર વલ્લભભાઇ પટેલને અનુસરીને શ્રી કનૈયાલાલ મુન્શી, દિગિન જયસિંહજી જામ સાહેબ, મોરારજી દેસાઇ, કેશુભાઇ પટેલ સહિતના મહાનુભાવોએ માનદ સેવા આપી સોમનાથ મંદિરના પુર્નઃનિર્માણ સહિતના વિકાસ કામો જેવા મહાન કાર્યો કર્યા છે. જે તમામ કાર્યો ધાર્મીક સ્થાનો માટે પ્રેરણારૂપ બન્યા છે. તે ગણનાપાત્ર વિકાસને ઘ્યાનમાં લઇને સોમનાથ મંદિર ટ્રસ્ટને એવોર્ડ એનાયત કરેલ છે. જયારે મંદિરના ટ્રસ્ટી જે.ડી. પરમાર કે જેઓ સને ૧૯૭૫ થી માનદ સેવા આપી રહયા છે. જેઓએ પોતાનું જીવન સોમનાથ મહાદેવની સેવામાં સમર્પીત કરેલ છે. તેઓની આવી નિસ્વાર્થ સેવા અને સમર્પણને ઘ્યાને લઇ તેઓને પ્રેરણાદાયી વ્યકતીત્વ તરીકેનો એવોર્ડ એનાયત કરાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!