મહાશિવરાત્રી પર્વની મધ્યરાત્રીએ ભવનાથ મહાદેવની મહાપુજા સાથે શિવરાત્રી મેળો શાંતીપૂર્ણ સંપન્ન

0

ભવનાથ તિર્થ ક્ષેત્ર જયાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ છે અને ભવનાથ મહાદેવનાં સાનિધ્યમાં શિવરાત્રીમાં મેળો યોજવામાં આવે છે. ગઈકાલે શિવરાત્રીનાં પર્વની ધામધુમથી ઉજવણી થઈ હતી. નિર્ધારીત સમયે દિગંબર સંતોનું રવાડી સરઘસ નિકળ્યું હતું. ગઈકાલે સાંજથી જ માહોલમાં અનેરો થનગનાટ જાેવા મળ્યો હતો. દરમ્યાન ગઈકાલે ભવનાથ મહાદેવ મંદિર ખાતે જૂનાગઢ જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી અને તેમના ધર્મપત્નીએ ભવનાથ મહાદેવની પૂજા- દર્શનનો લાભ લીધો હતો. આ તકે શાસ્ત્રોવિધી સંપન્ન કરવામાં આવી હતી. જે દર્શાય છે જયારે અન્ય પ્રસ્તુત તસ્વીરમાં ભવનાથ વિસ્તારમાં રવેડી સરઘસની પુર્વ તૈયારી રૂપે અધિકારીગણ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું રવાડી સરઘસની ઈન્તેજારીમાં ભાવિકો અને સંતો ઉમટી પડયા. જયારે અન્ય તસ્વીરોમાં જુદા -જુદા સંપ્રદાયનાં સંતો, અખાડાના સંતો અને અવનવા કરતબો બતાવતા સંતો દર્શાય છે. રવાડી વાજતે ગાજતે નિકળ્યા બદ મૃગીકુંડમાં સ્નાન, શિવજીની મહાપુજા સાથે હરહર મહદેવનો હરનો નાદ ગુંજી ઉઠયો હતો.

જીવ અને શિવ સાથે જાેડનારૂ પરમ તત્વ અને દેવાધીદેવ ભગવાન શિવજીની ભકિતમાં લીન થવાનું, આરાધના માટેનું પર્વ એટલે મહાશિવરાત્રીનું પર્વ મનાઈ છે. ગઈકાલે મહાશિવરાત્રીનાં પાવન પર્વની ભારે ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ નજીક આવેલ ગિરનારજી મહારાજની ગોદમાં આવેલ ભવનાથ તિર્થક્ષેત્રમાં શિવરાત્રીનાં દિવસે ગઈકાલે અનોખો અને અલૌકિક સંતોનાં દર્શનનો લ્હાવો મળ્યો હતો. પરમપરાગત રીતે રવાડી સરઘસ, સંતોનું મૃગીકુંડમાં સ્નાન અને ભવનાથ મહાદેવની મહાપૂજા સાથે શિવરાત્રી મેળો સંપન્ન થયો હતો. ભવનાથ મહાદેવનાં સાનીધ્યમાં પરમપરાગત રીતે યોજાતો શિવરાત્રીનો મહામેળો આ વર્ષે કોરોનાનાં સંક્રમણ કાળ વચ્ચે માત્ર સંતો માટેનો મેળો બની રહયો હતો. ભાવિકો, આમ જનતાને મેળામાં આવવાની મનાઈ હતી તેમજ શિવરાત્રીનો મેળો ઘરે નિહાળવા અપીલ કમરવામાં આવી હતી. અને લોકોએ પણ સમજદારી દાખવી હતી. ૭ માર્ચ રવિવારનાં રોજ ધ્વજારોહણ બાદ શરૂ થયેલ શિવરાત્રી મેળો દિવસે – દિવસે જમાવટ કરી રહયો હતો. દરમ્યાન બુધવારે ભવનાથ વિસ્તારમાં પ્રવેશવાનાં માર્ગો ઉપર ભાવિકો, લોકો મેળા માટે આપી પહોંચ્યા હતાં પરંતુ જૂનાગઢ પોલીસ તંત્રનાં વરિષ્ઠ અધિકારીઓ આવી પહોંચ્યા હતાં અને લોકોને સમજાવટ કરી પરત કર્યા હતાં. શિવરાત્રી મેળાનો અંતિમ દિવસ એટલે કે શિવરાત્રીનાં પાવનપર્વ પ્રસંગે ગઈકાલે વાતાવરણ અનોખુુ બની ગયું હતું. સવાર થી જ અનેરો માહોલ સર્જાયો હતો અને નિર્ધારીત સમય થય પરમપરાગત રીતે યોજાતુ દિગમ્બર સંતોનું રવાડી સરઘસ ધામધૂમથી નિકળ્યું હતું. વાજતે – ગાજતે નિકળેલું રવાડી સરઘસ મૃગીકુંડ ખાતે પહોંચ્યું હતું અને જયા સંતોએ મૃગીકુંડમાં સ્નાન કર્યુ હતું. ત્યારબાદ ભવનાથ મહાદેવ મંદિરે મહાપૂજા સાથે શિવરાત્રીનો મેળો શાંતીપૂર્ણ રીતે સંપન્ન થયો હતો. શિવરાત્રી મેળાનાં અંતિમ દિવસે એટલે ગઈકાલે સંતો-મહંતો તેમજ મહામંડલેશ્વર અને ગિરનાર ક્ષેત્રનાં સંતોની ઉપસ્થિત ઉપરાંત ભવનાથ ક્ષેત્રનાં પીઠાધિશ્વર જયશ્રીકાનંદજી મહારાજ, મહમંડલેશ્વર પૂજય ભારતીબાપુ, મહંતશ્રી ઈન્દ્રભારતીબાપુ, મહંતશ્રી શેરનાથ બાપુ, આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુ તેમજ મહંતશ્રી તનસુખગીરીબાપુ તેમજ ગિરનાર મંડળનંા વરિષ્ઠ સંતો ઉપસ્થિત રહયા હતાં. તેમજ જીલ્લા વહીવટી તંત્ર, જીલ્લા પોલીસ તંત્ર તેમજ જુદા-જુદા વિભાગનાં પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહયાં હતાં.

જૂનાગઢ ભવનાથ ક્ષેત્રમાં ગઈકાલે સંતોનો મેળો એવા શિવરાત્રીનો મેળો ધામધુમપૂર્વક યોજાયો હતો. શિવરાત્રીનાં પાવનકારી પર્વે ગઈકાલે દિગંબર સંતોનું રવાડી સરઘસ નિકળ્યું હતું. આ રવાડી સરઘસમાં ઉપસ્થિત સંતોએ અવનવા અંગ-કસરતનાં દાવો રજુ કર્યા હતાં. મહંત, શ્રીમહંત, મંડલેશ્વર, મહામંડલેશ્વર અને ભવનાથ ક્ષેત્ર અને ગિરનાર વિસ્તારનાં સંતો, બહારગામથી આવેલા સંતોની ઉપસ્થિતિ ખાસ રહી હતી. સર્વત્ર હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠયો હતો. જે વિવિધ તસ્વીરોમાં દર્શાય છે.

error: Content is protected !!