વેરાવળ પાટણ નગર પાલીકાના પ્રમુખ પદે ફીશ એક્ષપોર્ટરની તથા ઉપપ્રમુદ પદે શહેર સંગઠનના પૂર્વ હોદેદારની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. પાલીકાની પ્રથમ બેઠકમાં જ કોંગ્રેસના તમામ ૧૩ સભ્યો સામુહીક ગેરહાજર રહેતા અનેક તર્કર્વિતકો ચર્ચાય રહયા હતા. વેરાવળ પાટણ નગરપાલીકાની ચુંટણીમાં ૪૪ પૈકી ભાજપના ૨૮, કોંગ્રેસના ૧૩ અને અપક્ષના ૩ સભ્યો ચુંટાતા ભાજપ સતારૂઢ બનેલ હતુ. પાલીકાના પ્રમુખ-ઉપપ્રમુખની નિયુકતિ કરવા માટે પ્રાંત અધિકારી ભાવનાબા ઝાલા, ચીફ ઓફીસર જતીન મહેતાની હાજરીમાં પ્રથમ બેઠક મળી હતી. બેઠકમાં ભાજપના ૨૮ અને અપક્ષના ૩ મળી કુલ ૩૧ સભ્યોય હાજર રહેલ જયારે કોંગ્રેસના તમામ ૧૩ સભ્યો ગેરહાજર રહયા હતા. બેઠકમાં ભાજપના સભ્ય દ્વારા પ્રમુખ પદ માટે પીયુશભાઇ ફોફંડી, ઉપપ્રમુખ પદ માટે કપીલ મહેતાના નામની દરખાસ્ત કરી હતી. જેની સામે કોઇએ ઉમેદવારી ન નોંધાવતા બંન્નેની બિનહરીફ નિયુકતિ થઇ હોવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ ભાજપ સંગઠન દ્વારા કારોબારી ચેરમેન તરીકે નિલેશભાઇ વિઠલાણી, શાસકપક્ષના નેતા તરીકે રાજેશ ગઢીયા, દંડક તરીકે પલ્લનવીબેન જાનીની નિયુકતી કરી હોવાની જાહેરાત કરી હતી. પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, જીલ્લા પ્રમુખ માનસીંહ પરમાર, ખારવા સમાજના પટેલ લખમભાઇ ભેંસલા, પૂર્વનગરપતિ જગદીશભાઇ ફોફંડી, શહેર ભાજપ સંગઠનના દેવાભાઇ ધારેચા, ભરતભાઇ ચોલેરા સહિતના આગેવાનો અને કાર્યકરોએ નવનિયુકત બંન્ને હોદેદારોના હારતોરા કરી મોઢા મીઠા કરાવેલ હતા.
આ તકે પ્રમુખ પીયુશભાઇ ફોફંડી, ઉપપ્રમુખ કપીલ મહેતાએ જણાવેલ કે, જાેડીયા શહેરને સ્વચ્છ અને રળીયામણું બનાવવાની અમારી નેમ છે. જેના માટે વોર્ડ વાઇઝ ટીમ બનાવી સઘન સફાઇ કરી શહેર સ્વચ્છ બનાવવામાં આવશે. પ્રજાકીય કામોને અગ્રતા આપી શહેરને આધુનિક સુવિધાસભર બનાવીશું.
વેરાવળ પાટણ જાેડીયુ શહેર હોવાથી વર્ષોથી પાલીકામાં પ્રમુખ-ઉપપ્રમુખના હોદેદારોની પસંદગીમાં બંન્ને જાેડીયા શહેરની સમાનતા જળવાય તે માટે વેરાવળમાંથી ચુંટાતા સભ્યોમાંથી પ્રમુખ અને પ્રભાસપાટણમાંથી ચુંટાતા સભ્યોમાંથી ઉપપ્રમુખ બનાવવાની પરંપરા રહી હતી. પરંતુ આ વખતે પરંપરા તુટી હોય તેમ ભાજપ સંગઠન દ્વારા પ્રમુખ-ઉપપ્રમુખ તેમજ કારોબારી જેવા મહત્વનાં પદો ઉપર વેરાવળમાં ચુંટાયેલા નગરસેવકોની નિયુકિત કરી છે. જયારે પ્રભાસપાટણના નગરસેવકોને દંડક અને શાસક પક્ષના નેતાનું પદ આપવામાં આવેલ છે. ભિડીયા વોર્ડમાંથી વર્ષોથી ભાજપના ઉમેદવારો જંગી બહુમતિથી વિજેતા બની રહયા છે. જેથી આ વખતે ભિડીયા વોર્ડના કોઇ નગરસેવકને પણ હોદો આપવો જાેઇએ તેવી લોકોમાંથી માંગ ઉઠેલ જે પણ નજરઅંદાજ થઇ છે. ત્યારે ભિડીયા અને પ્રભાસપાટણના નગરસેવકો અને સ્થાનનીક નગરજનોમાં કયાંક ને કયાંક ભાજપ પાર્ટી દ્વારા બંન્ને વિસ્તારોને અન્યાય કર્યાનો એક સુર અંદરખાને ઉઠયો છે. જાે કે, આ આંતરીકે અસંતોષના ચરૂને ડામવા ભાજપના મોવડી મંડળ દ્વારા સમજાવટના પ્રયાસો હાથ ધરાયા છે. ત્યારે આગામી સમયમાં ભાજપ સંગઠન દ્વારા તોડાયેલ પરંપરાના પરીણામે નવા શાસકોને કોઇ મુશ્કેલી પડે છે કેમ તે જાેવું રહેશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews