યાત્રાધામ દ્વારકામાં મુરલીધર સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો કાયમી અભાવ, તંત્રને આવેદન

0

દ્વારકા શહેરમાં આવેલ દ્વારકા મુરલીધર નામની સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી લોકોની પ્રાથમિક સુવિધા જેવી કે પાણી, સફાઈ તેમજ સ્ટ્રીટ લાઈટ જેવી સુવિધાનો કાયમી પ્રશ્ન હોય જેના કારણે આ વિસ્તારમાં વસવાટ કરતા ૧૫૦ જેટલા પરિવારો આ વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. છેલ્લા બે ત્રણ વર્ષ દરમ્યાન આ પ્રશ્ન ઉકેલવા માટે સોસાયટીમાં વસવાટ કરતા લોકો દ્વારા લેખિત તેમજ મૌખિક અનેક વખત રજૂઆત કરી હોય તેમ છતાં ર્નિભર તંત્રનું પેટનું પાણી હલતું ના હોય. ત્યારે કંટાળી ગયેલ લોકોનું ટોળું અંતે નગરપાલિકા પહોંચ્યું હતું અને ઉગ્ર રજૂઆત કરી પ્રાંત અધિકારી અને નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન પાઠવ્યું હતું. દરમ્યાન હાલ અધિકારીઓ દ્વારા એવું જણાવાયું છે કે, આગામી દિવસોમાં ગ્રાન્ટની વ્યવસ્થા થશે એટલે આ પ્રશ્નનો તાકીદે ઉકેલ આવી જશે. હવે જાેવાનું તે રહ્યું કે ક્યારે ગ્રાન્ટ આવે છે ને ક્યારે આ પ્રશ્નનો ઉકેલ આવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews