કેશોદનાં ઉતાવળી નદીનાં કાંઠે રહેણાંક મકાનમાં જુગાર રમતા ચારને ઝડપી લેતી એલસીબી પોલીસ

0

જૂનાગઢ એલસીબીનાં પીઆઈ ભાટી તેમજ સ્ટાફે ચોકકસ બાતમીનાં આધારે કેશોદ ઉતાવળી નદીનાં કાંઠે આવેલ ચેતન ખીમજીભાઈ મણવરનાં રહેણાંક મકાનમાં જુગાર અંગે દરોડો પાડતા યોગેશ જેન્તીભાઈ ચુડાસમા, સુધીર હરેશભાઈ ચુડાસમા, આસીફ અયુબભાઈ પીંજારા સહિતનાઓને રૂા. ૧ર૦પ૦, નાલનાં રૂા. ૮ર૦, મોબાઈલ -૩ વગેરે મળી કુલ રૂા. ર૭,૮૭૦ની રોકડ મુદામાલ સાથે ધરપકડ કરી આરોપીઓ વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે કેશોદ પોલીસ સ્ટેશનનાં એએસઆઈ બી.એન. ગરચર વધુ તપાસ ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews