માંગરોળ તાલુકામાં ૬૦ વર્ષ ઉપરની વયનાં ૧૯૭૦૦ એમાંથી ૨૨૨૫ લોકોને વેકસીનનો પ્રથમ પેલો ડોઝ અપાયેલ છે. માંગરોળ તાલુકામાં ટોટલ ૫૩૨ હેલ્થ કેર વર્કરને બંને ડોઝ અપાયેલ છે. જ્યારે ૭૩૫ ફરન્ટ લાઈન વર્કરની સામે ૫૬૫ને બીજાે ડોઝ અપાયેલ છે. બીપી ડાયાબિટીસવાળા ૨૫ને પહેલો ડોઝ અપાયેલ છે તેમ તાલુકા હેલ્થ કચેરીનાં અભીભાઈ સોલંકીએ જણાવેલ છે અને સાથેસાથે સરકારી દવાખાનામાં પહેલા તબક્કામાં ૮ અને ૯/૨/૨૦૨૧ના રોજ કોરોના વોરીયર અધિકારીઓને ૩૮૦ પ્રથમ ડોઝ અપાયેલા હતા. ત્યારબાદ તા.૧/૩/૨૦૨૧થી ૧૩/૩/૨૦૨૧ સુધીમાં કુલ ૭૮૦ ડોઝ અપાયેલા હતા. જેમાં સિનિયર સિટીઝન્સ, હેલ્થ વર્કરને બીજાે ડોઝ તેમજ કો-ર્મોબિંડ લોકો સામેલ છે તેમ સરકારી દવાખાનાના પીયુષભાઈ ભટ્ટીએ જણાવ્યું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews