વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજના પ્રાધ્યાપકને દરિયાઈ જીવ સૃષ્ટિ ઉપર સંશોધન બદલ અમેરીકાની સંસ્થાએ એવોર્ડ એનાયત કર્યો

0

ભારતનો દરિયા કિનારો આશરે ૧,૨૪,૦૦૦ કિ.મી. લાંબો છે. જેમાં ગુજરાતનો આશરે ૧૬૬૦ કિ.મી. દરિયા કિનારો સૌથી લાંબો માનવામાં આવે છે. જેમાં પણ સૌરાષ્ટ્રનો દરિયા કિનારો ૯૦૦ કિ.મી. લંબાઈ ધરાવે છે. અને ગુજરાત રાજ્યના દરીયાકાંઠે વિપુલમાત્રામાં જૈવ સંપદાનો કુદરતી ખજાનો છે. ત્યારે ગુજરાત માટે અત્યંત આનંદના સમાચાર એ છે કે, વિશ્વની નામાંકીત મરીન લેબ અને દરીયાઇજીવ સંરક્ષણ માટે કામ કરતી સંસ્થા ગુજરાતના દરિયા કાંઠા ઉપર દરિયાઇ જીવના સંરક્ષણ માટે કામ કરવા આગળ આવી છે. અને તેના મોટો શ્રેય ગીર સોમનાથની સરકારી વિજ્ઞાન કોલેજમાં ફરજ બજાવતા પ્રોફેસર ડો.પરેશ પોરીયાને ફાળે જાય છે. વેરાવળની કોલેજના યુવા પ્રધ્યાપક ડો.પરેશ પોરીયા છેલ્લા દસ વર્ષથી દરિયાઇ જીવ સૃષ્ટી ઉપર સંશોઘન કાર્ય કરી રહ્યાં છે. વિશ્વમાં દરિયાઇ જીવવિજ્ઞાન સંરક્ષણ અને સંશોઘન ક્ષેત્રે કાર્યરત અને વિશ્વ પ્રસિધ્ધ એવી અમેરીકાના ફલોરીડા સ્થિત મોટ મરીન લેબોરેટરી અને યુથ ઓસીન કન્ઝર્વેશન સમીટ દ્વારા ડો.પરેશ પોરીયાને ગ્રાન્ડ એવોર્ડ આપવામાં આવ્યો છે. તથા ગુજરાતના દરિયાકાંઠા ઉપર દરિયાઇ જીવસૃષ્ટી ઉપર વિશેષ સંશોઘન માટે ર્નિણય કર્યો છે. આ તકે કોલેજના પ્રિન્સીપલ ડો.સ્મીતા છગનાના જણાવ્યા પ્રમાણે અમારા પ્રાધ્યાપક ડો.પોરીયાની આ અલભ્ય સિદ્ધી છે. કારણ કે આ પ્રકારની સ્કોલરશિપ હાંસલ કરનાર રાજ્ચ જ નહીં દેશના તેઓ પ્રથમ પ્રોફેસર છે.
સિધ્ધી મેળવવા બદલ ડો.પરેશ પોરીયાના જણાવ્યા મુજબ દેશ અને રાજ્ય ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે દરીયાઇ જીવ સૃષ્ટી અને જૈવ સંપદાનું સંરક્ષણ અને સંવર્ઘન પણ અત્યંત જરૂરી છે. ખાસ કરીને જૈવ વિવિધતાસભર ગુજરાતના સૌરાષ્ટ્રમાં જાેવા મળતા અનેક દરિયાઇ જીવ એવા છે કે જેના પર સંશોધનથી ભવિષ્યમાં માનવજીવ માટે દવાઓ અને ખોરાકના નવા સ્ત્રોત મળી શકે છે. વિશ્વના ત્રણ ગલ્ફ પૈકીના બે ગલ્ફ ગુજરાત પાસે છે. એક ગલ્ફ ઓફ ખંભાત અને બીજાે ગલ્ફ ઓફ કચ્છ છે. કુદરતી સંપદાઓથી સભર ગુજરાતના સૌરાષ્ટ્રમાં વિશ્વની ટોચની સંસ્થાઓના સંશોધન માટેના અભિગમથી આગામી સમયમાં દરિયાઇ જીવસૃષ્ટી ઉપર નોંધપાત્ર સંશોધન સાથે વિશેષ સિદ્ધીની ઉજળી તકો સર્જાઇ રહી છે. યુનેસ્કોના અહેવાલ મુજબ ઈ.સ. ૨૦૨૫ સુધીમાં સમગ્ર વિશ્વની ૫૦ ટકા વસ્તી દરિયાકાંઠાના વિસ્તારોમાં વસવાટ કરતી હશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!