ધણફુલીયા ગામે આવેલ કોમી એકતાનાં પ્રતીક સમી સૂફી-સંત શિરાઝીશાહ પીર દરગાહનાં ખાદીમ ઈબ્રાહીમશાહ બાપુનું અવસાન : શોકનું મોજું

0

ગુજરાતના સુપ્રસિધ્ધ સૂફી સંત શિરાઝીશાહ પીર દરગાહના ખાદીમ ખલીફા ઈબ્રાહીમશાહ બાપુ સોહરાવર્દીનું અવસાન થતાં સમસ્ત સોરઠ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યુ છે. જૂનાગઢ નજીક આવેલ ધણફુલિયા ગામે કોમી એકતાના પ્રતીક સમી દરગાહના મુંજાવરનું અવસાન થતાં તેમની દફનવિધિમાં હજારો અનુયાયી ઉમટી પડ્યા હતા. સમગ્ર સૌરાષ્ટ્રમાં કોમી એકતાની જ્યોત જલાવી ભાઈચારાનો સંદેશ ફેલવનાર સોરઠના શહેનશાહ એવા શિરાઝીશાહ પીર દરગાહના ખાદીમ ખલીફા ઈબ્રાહીમશાહબાપુ સોહરાવર્દીનું અવસાન થતાં સમસ્ત સોરઠ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યુ છે.
ધણફુલિયા ગામ ખાતે ગઈ રાત્રે દરગાહ પટાંગણમાં યોજાયેલ દફનવિધિ કાર્યક્રમ પહેલાં અનુયાયીઓ એ અંતિમ દીદાર કર્યા હતા તેમજ જનાઝાની નમાઝમાં હજારો લોકોએ હાજરી આપી હતી. ધણફુલિયા દરગાહના ગાદી નશીન ખલિફા ઈબ્રાહીમશાહ બાપુ સોહરાવર્દી બાપુના અવસાનના સમાચાર મળતા જ જનાજામાં સમગ્ર સૌરાષ્ટ્રના અનુયાયીઓ ધણફુલીયા ગામ પહોંચી ગયા હતા અને સૌરાષ્ટ્રના હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓ તેમજ સંધિ મુસ્લિમ સમાજના આગેવાનો અને ગ્રામજનોએ અંતિમ વિધિમાં હાજરી આપી હતી. સંધિ મુસ્લિમ સમાજના પ્રમુખ કાળાભાઈ મુસાભાઈ, રજાકભાઈ હુસેનભાઇ હાલા, ડો. દોલકિયા, ઇસ્માઇલભાઇ દલ વગેરે સમાજના અગ્રણીઓ ખલિફા ઈબ્રાહીમશાહ બાપુ સોહરાવર્દીની સમાજ સેવાઓને બિરદાવીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews