બહેન સાથે મોબાઈલમાં કેમ વાત કરે છે તેમ કહી યુવાન ઉપર છરીથી હુમલો

0

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ઉપર યુવાન ઉપર છરીથી હુમલો થયો હતો. આ બનાવની બી ડીવીઝન પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢનાં ગરબીચોક પાછળ આદર્શનગર-ર માં રહેતા કોમલબહેન સુરેશભાઈ ભાગવાણીના દિકરાને આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે રઘાની બહેન સાથે મોબાઈલમાં કેમ વાતચીત કરે છે તેમ કહી ધર્મેન્દ્રએ તેની ઉપર છરીથી હુમલો કરેલ તેમજ અન્ય ૩ અજાણ્યા શખ્સોએ લાકડી અને ઢીકાપાટુનો માર મારેલ હતો. આ બનાવમાં પોલીસે ચારેય શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી પીએસઆઈ કે.કે.મારૂએ આગળની તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!