ખલીલપુર રોડ ઉપર મારામારી, સામસામી ફરિયાદ નોંધાઈ

0

જૂનાગઢનાં ખલીલપુર રોડ ઉપર મારામારીનાં બનાવમાં તાલુકા પોલીસે સામસામી ફરિયાદ નોંધી હતી. જેમાં ગોધાવાવની પાટીમાં રહેતા હિતેશભાઈ જગદીશભાઈ પરમારે સાગર, વિશાલ અને ભરત વિરૂધ્ધ આડેધડ ઢીકાપાટુનો માર અને લાકડાના હાથાથી માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી. જયારે ગોધાવાવની પાટીમાં રહેતા જ સાગર વિઠ્ઠલભાઈ જેઠવાએ જગદીશભાઈ, કુંદન અને હિતેશભાઈ વિરૂધ્ધ લોખંડની કોશ, ઢીકાપાટુથી માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં પોલીસે સામસામી ફરિયાદ નોંધી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews