ભેંસાણ રોડ ઉપર માર્ગ અકસ્માતમાં પ્રૌઢાનું મોત

0

જૂનાગઢ-ભેંસાણ રોડ ઉપર ગોપાલગઢ પાસે એક કુતરૂં બાઈક સાથે ભટકાઈ જતાં બાઈકની પાછળ બેસેલ હંસાબેન ભીખુભાઈ (ઉ.વ. પ૦, રહે. વિછાવડ, વિસાવદર)ને ગંભીર ઈજા પહોંચેલ જયારે બાઈક ચલાવી રહેલ તેમના પુત્રને સામાન્ય ઈજા પહોંચી હતી. આ અકસ્માતમાં ઈજા પામેલ હંસાબેનને બેભાન હાલતમાં જૂનાગઢ સરકારી દવાખાને લઈ જવામાં આવેલ જયાં ફરજ ઉપરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવમાં તાલુકા પોલીસે વિપુલભાઈ ભીખુભાઈ વસાણીનું નિવેદન લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!