ખડીયા ગામે કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો, બે ની અટક

0

જૂનાગઢ તાલુકા પોલીસે ખડીયા ગામે દારૂ ઉતારાયો હોવાની બાતમીના આધારે અહીંયા વોચ ગોઠવીને કાર નં. જી.જે. ૦૬- ઈકયુ ૦૭૮૮૯ની તલાશી લેતાં વિદેશી દારૂની પેટી નંગ -ર મળી આવતાં કુલ રૂા. ર,૧૪,૬૦૦નો મુદ્દામાલ કબજે કરી ખડીયા ગામનાં રાજેશભાઈ માલદેભાઈ રાવલીયાની અટક કરી હતી અને તેની પૂછપરછમાં આ દારૂનો જથ્થો ભરતભાઈ વિક્રમભાઈ બાંટવાને આપવા જતા હોય જે આધારે ભરતભાઈની પણ પોલીસે અટક કરી હતી અને બંને વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. જયારે અન્ય એક બનાવમાં જૂનાગઢ એ ડીવીઝન પોલીસે નીચલા દાતાર ગેસ ગોડાઉન પાસે એક મકાનમાંથી વિદેશી દારૂની ૩૬ બોટલ ઝડપી લઈ રૂા. ૧૩,પ૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જયારે રેડ દરમ્યાન આરોપી ઇમ્તીયાઝ ઉર્ફે ડુહો અબ્દુલભાઈ સમા હાજર મળી આવ્યો ન હતો. પોલીસે તેની વિરૂધ્ધ ગુનો નોંધી અટકમાં લેવા તજવીજ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews