જૂનાગઢ અને વડાલમાંથી જુગારીઓ ઝડપાયા

0

જૂનાગઢ એ ડીવીઝન પોલીસે જવાહરરોડ ઉપરથી નિલેશભાઈ નાથાભાઈ તુડીયાને વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડ, મોબાઈલ, બાઈક સહિત કુલ રૂા. ૩ર,ર૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ દોલતપરામાંથી ભુપતભાઈ નાનજીભાઈ વાજા અને કિરીટ હીરજી ઉકાણીને વરલી મટકાના આંકડા લેતાં ઝડપી લઈ પોલીસે રૂા. ૧,૧પ૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જયારે તાલુકા પોલીસે વડાલ ગામેથી સાહીલ ઉર્ફે ઘોઘો હારૂનભાઈ ખેડાળા અને ભરતભાઈ લખમણભાઈ શીયાતરને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડ રૂા. પ૪, ૯૦૦ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews